લોકડાઉન વચ્ચ બોલીવૂડે ઈરફાન ખાન સ્વરુપે એક બહેતરીન અભિનેતા ગુમાવ્યો છે.
મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેનાર ઈરફાનખાનના નિધનની ખબર ડાયરેક્ટર સુજીત સરકારે લોકોને આપી હતી.
ઈરફાનને બે વર્ષ પહેલા જ્યારે કેન્સર થયુ ત્યારે બહુ ભારે હૈયે તેમણે પોતે આ જાણકારી આપી હતી.આ જાણીને બોલીવૂડ ખળભળી ઉઠ્યુ હતુ. તે વખતે ઈરફાને લખ્યુ હતુ કે, જિંદગીમાં અચાનક એવુ કંઈક થઈ જાય છે જે તમને આગળ લઈ જાય છે. મારી જિદંગીમાં પણ છેલ્લા કેટલાક દિવસો આવા જ રહ્યા છે.મને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યુમર નામની બીમારી થઈ છે પરંતુ મારી આસપાસના લોકોના પ્રેમથી મને નવી આશા બંધાઈ છે.
સારવાર માટે લંડન ગયેલા ઈરફાન ત્યાંથી સોશ્યલ મીડિયા પર મેસેજ મુકતા રહેતા હતા. સારવાર શરુ થયાના ત્રણ મહિના બાદ તેમણે મેસેજમાં કહ્યુ હતુ કે, જ્યારે મને ખબર પડી કે મને ન્યરોનડોક્રિન કેન્સર થયુ છે ત્યારે મારા માટે આ શબ્દ નવો હતો. આ બીમારી રેર હોવાથી હું ટ્રાયલ અને એરર ગેમનો પાર્ટ બની ગયો હતો. હું ઝડપથી મારા સપનાઓની સાથે તેજ રફતાર ટ્રેનમાં સફર કરી રહ્યો હતો અને કોઈએ મને પાછળથી ટકોરો મારીને કહ્યુ કે મારુ સ્ટેશન આવવાની તૈયારી છે
ઈરફાને કહ્યુ હતુ કે, આ બીમારીની ખબરે મને હચમચાવી નાંખ્યો હતો. હું મારી તમામ બાબતો પર કંટ્રોલ રાખવા માંગતો હતો.હુ મારા પગ પર ઉભો થવા માંગતો હતો. હું વિચારતો હતો કે ડર મારા પર હાવી નહી થઈ શકે.જોકે જ્યારે તમામ પોઝિટિવ વાતો વચ્ચે પણ તમારી પીડા વધે છે ત્યારે કોઈ મોટિવેશ કામ લાગતુ નથી. બસ પીડા થતી રહે છે અને ક્યારેક આ પીડા એટલી તિવ્ર હોય છે કે, પળભર માટે લાગે છે કે, આ દર્દ ખુદા કરતા પણ વધારે મોટુ છે.
ઈરફાને લખ્યુ હતુ કે, હું હોસ્પિટલમાં સારવાર કરાવતો હતો પણ લાંબા સમય સુધી તો મને એ વાતની પણ ખબર નહોતી પડી કે, નજીકમાં જ લોર્ડઝ સ્ટેડિયમ છે. જ્યાં જવાનુ મારુ સ્વપ્ન હતુ. હું રુમની બાલકનીમાં ઉભો રહીને સ્ટેડિયમને જોતો ત્યારે એક તરફ લાગેલી રિચાર્ડસની તસવીર પણ દેખાતી. એક તરફ હોસ્પિટલ અને બીજી તરફ સ્ટેડિયમની વચ્ચેનો રસ્તો મને જીવન અને મોત વચ્ચેનો રસ્તો લાગતી હતી.
ઈરફાને મેસેજમાં કહયુ હતુ કે, જીંદગીમાં અનિશ્ચિતતા આવશે એ જ એક નિશ્ચિત બાબત છે. મને પહેલી વખત અહેસાસ થયો છે કે આઝાદીનો મતબલ શું હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.