હેલ્થ ડેસ્કઃ વર્ષ 2018માં વિશ્વભરમાં 10.16 લાખ નવા કેસ નોંધાયા છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન) એ ‘વર્લ્ડ કેન્સર ડે’ના અવસરે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, દર 10માંથી 1 ભારતીયને કેન્સર થવાનું જોખમ રહેલું છે અને દર 15માંથી 1 ભારતીય કેન્સરને લીધે મૃત્યુ પામે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. તેનો હેતુ દુનિયાને કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે અને કેન્સરના ઉપાયોને ઉજાગર કરવાનો છે.
આ રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં કેન્સરથી 7,84,800 લોકો મૃત્યુ પામ્યા છે. નવા કેસમાં મહિલાઓને સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર અને પુરુષોને ઓરલ કેન્સર થતું જોવા મળ્યું છે.
પુરુષોમાં કેન્સરના વધતા જતા કેસનું કારણ તમાકુ છે. મહિલાઓમાં બ્રેસ્ટ, કોલોરેક્ટલ કેન્સરનું મુખ્ય કારણ મેદસ્વિતા અને ઓછી ફિઝિકલ એક્ટિવિટી છે. WHOના ડિરેક્ટર ટેડ્રોસ ગેબ્રિયસના જણાવ્યા અનુસાર, આગામી 20 વર્ષમાં કેન્સરના કેસમાં 60%ની વૃદ્ધિ થઈ શકે છે. કેન્સરના સૌથી વધારે કેસ મધ્યમ આવક ધરાવતા દેશોમાં વધી શકે છે કારણ કે ધૂમ્રપાન કરતા 80% લોકો આ દેશમાં રહે છે.
દુનિયાભરમાં ધૂમ્રપાન કરતાં લોકોમાંથી 50% લોકો ચીન, ભારત અને ઇન્ડોનેશિયામાં રહે છે. ભારતમાં 6.9 કરોડ લોકો ધૂમ્રપાન કરે છે અને 4.2 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે. તમાકુથી થતાં ઓરલ કેન્સરથ પીડિત 90% દર્દીઓ મધ્યમ અને નિમ્ન આવક વર્ગના હોય છે. તમાકુથી કેન્સર થવાના કેસમાં પુરુષો 34થી 69% અને મહિલાઓમાં 10-27% સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.