સુરેન્દ્રનગરમાં (SURENDRANAGAR) GRD ભરતી મુદ્દે ઉમેદવારોમાં (CANDIDATES) રોષ ફેલાયો છે. જેમાં ભરતીમાં ભ્રષ્ટાચાર (CORRUPTION) થયો હોવાનો લગાવ્યો છે. તેમાં પાટડી (PATDI) તાલુકા આ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાનો વિરોધ (PROTEST) કર્યો છે.
પાટડી તાલુકાના અંદાજે ૩૦ થી વધુ GRDનાં ઉમેદવારો નિયમ મુજબ શારિરીક લાયકાત ધરાવતાં હોવા છતાં તેમજ નિયત સમયમાં દોડ પૂરી કરી હોવા છતાં પસંદગી પામ્યા ન હતાં. તેથી GRD ભરતી મુદ્દે ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. શારીરિક કસોટી માટે જરૂરી લાયકાત ન ધરાવતાં ઉમેદવારોને લાગવગ અને રુપિયાનાં જોરે પસંદગી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
અમુક પોલીસ અધિકારીઓ ઈરાદાપૂર્વક ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરતાં હોવાનો પણ આક્ષેપ થયો છે. તથા તાત્કાલિક GRDની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે સરકારી ભરતીમાં વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદો થતી રહે છે. જેમાં હવે ઉમેદવારો પણ આ ફરિયાદો કરી રહ્યાં છે. તેવામાં આજે સુરેન્દ્રનગરમાં GRD ભરતી મુદ્દે ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. જેમાં ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.