ખેડૂત આંદોલનને ગુજરાતમાંથી ય સમર્થન સાંપડી રહ્યુ છે જેના કારણે ચિંતાતુર બનેલી ભાજપ સરકારે ખેડૂત સંમેલન યોજી ખેડૂતોને સમજાવવા દોડધામ મચાવી છે. આ તરફ,ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચી રહ્યાં છે. આજે પણ ઉંઝા,મહેસાણાથી 20 ખેડૂતો રેવાડી દિલ્હી બોર્ડર પહોંચ્યાં છે.
બધાય ખેડૂતોને શ્રધૃધાજંલિ આપવા ગુજરાતના ખેડૂતોએ કિસાન શહીદ શ્રધૃધાજંલિ કાર્યક્રમ આયોજિત કર્યો છે. નોંધનીય છેકે, અત્યાર સુધી ગુજરાતભરમાંથી 600થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચી ચૂક્યાં છે. ગુજરાતના ખેડૂતોનુ કહેવું છેકે, દિલ્હી બોર્ડર પર 5-6 ડીગ્રી કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો ટસથી મસ થતા નથી. ટેન્ટોમાં ગાદલાં,રજાઇ,ધાબળાની સુવિધા કરાઇ છે.
આંદોલન સૃથળે બાબા સંતે આત્મહત્યા કરી હતી જયારે 15થી વધુ ખેડૂતોના બિમારી ઉપરાંત ઠંડીને કારણે મોત નિપજ્યાં છે.
ખેડૂત આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ સક્રિય રીતે ભાગ લઇ રહ્યાં છે. એટલું જ નહીં, રોજેરોજ કાર્યક્રમ યોજીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે પણ મોડી સાંજે ખેડૂતોએ કેન્ડલ માર્ચ યોજીને કૃષિ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.