મોદીએ જસ્ટિન ટ્રુડોને આશ્વાસન આપતા કહ્યું કે,ભારતે જે કંઈ અન્ય રાષ્ટ્રો માટે કર્યું તેવી જ રીતે, કેનેડાના રસીકરણના પ્રયાસોમાં, સર્વશ્રેષ્ઠ મદદ કરશે

કોરોના વાયરસની વિરુદ્ધ જારી વૈશ્વિક જંગમાં ભારતે કેનેડાને દરેક શક્ય મદદ આપવાની વાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના કેનેડાઈ સમકક્ષ જસ્ટિન ટ્રુડોને આશ્વાશન આપ્યુ કે ભારત કેનેડાના રસીકરણ પ્રયાસોમાં પૂરી રીતે મદદ કરશે.

ભારત કેનેડાના રસીકરણના પ્રયાસોમાં સર્વશ્રેષ્ઠ મદદ કરશે

પ્રધાનમંત્રી કાર્યાલયથી જારી એક નિવેદન મુજબ મોદીએ જસ્ટિન ટ્રુડોને આશ્વાસન આપતા કહ્યું કે ભારતે જે કંઈ અન્ય રાષ્ટ્રો માટે કર્યું તેવી જ રીતે કેનેડાના રસીકરણના પ્રયાસોમાં સર્વશ્રેષ્ઠ મદદ કરશે.

ભારતની આ ક્ષમતાને વિશ્વની સાથે શેર કરવા માટે તેમણે પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા છે. ટ્રુડોની આ ભાવના માટે મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

બન્ને નેતાઓએ જળવાયુ પરિવર્તન અને કોરોના મહામારીના આર્થિક દુષ્પ્રભાવો સહિત અનેક અન્ય મહત્વના મુદ્દા પર લગભગ ભાગીદારી ચાલૂ રાખવા માટે સહમતિ વ્યક્ત  કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.