તમે જો કેન્સરને રોકવા માંગતા હોવ, તો અપનાવો આ 8 વસ્તુઓ

આજે ‘વર્લ્ડ કેન્સર ડે’ના અવસર પર અમે તમને એવા ખાસ સુપરફૂડ્સ વિશે જણાવીશું, જેને ડાયટમાં સામેલ કરવાથી કેન્સર થવાનું જોખમ ઘટાડી શકાય છે.

દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ કેન્સર ડે’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને કેન્સરની બીમારી વિશે જાગૃત કરવાનો છે.

કેન્સર સામે લડવામાં ફળ અને શાકભાજી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જુદા-જુદા રંગના ફળો અને શાકભાજીમાં સૌથી વધુ અને ઘણાં પ્રકારનાં પોષક તત્વો જોવા મળે છે.

ફોલેટ રિચ ફૂડ્સ

ફોલેટ એ એક મહત્વપૂર્ણ વિટામિન બી છે જે આંતરડા, રેક્ટલ અને સ્તન કેન્સર સામે રક્ષણ આપે છે. તમારા નાસ્તામાં શક્ય હોય તેટલું ફોલેટ સામેલ કરો. ફોલેટની માત્રા વધારવા માટે નારંગીનો રસ, તરબૂચ અને સ્ટ્રોબેરી ખાઓ.

ટામેટા

ટામેટામાંથી બનેલા જ્યૂસ, સોસ અથવા પેસ્ટ જેવા ફૂડ પણ કેન્સર સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે.

ગ્રીન ટી 

ગ્રીન ટી કેન્સર સામે લડવામાં ઘણી મદદગાર માનવામાં આવે છે. ગ્રીન ટી કોલોન, લિવર, સ્તન અને પ્રોસ્ટેટ કોષોના કેન્સર સામે રક્ષણ આપે છે. ગ્રીન ટી મૂત્રાશય પેટ અને સ્વાદુપિંડનું કેન્સર થવાનું જોખમ પણ ઘટાડે છે.

દ્રાક્ષ

દ્રાક્ષ અને તેના રસમાં એક સંયોજન હોય છે જેને રેસવેરાટ્રોલ કહેવામાં આવે છે. રેસવેરાટ્રોલ કેન્સરને કારણે કોશિકાઓને થતાં નુકસાનથી બચાવે છે.

પાણી અને અન્ય પ્રવાહી

પાણીથી માત્ર તરસ જ નથી છુપાતી, પરંતુ તે મૂત્રાશયના કેન્સરથી પણ બચાવે છે. આહારમાં પ્રવાહીનું પ્રમાણ વધવાથી વધુ પેશાબ થાય છે અને આને કારણે મૂત્રાશય હંમેશાં શુદ્ધ રહે છે, જે કેન્સરની સંભાવનાને ઘટાડે છે.

રાજમા

રાજમામાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. તેમાં ઘણા ફાયદાકારક ફાઈટોકેમિકલ્સ હોય છે.અધ્યયનો અનુસાર, કિડની બીન્સમાં રહેલાં પોષક તત્વો ગાંઠને વધતા અટકાવે છે.

કોબી

બ્રોકોલી, કોબી અને ફુલાવરમાં એવા તત્વો રહેલાં છે જે શરીરમાં દરેક પ્રકારના કેન્સરથી બચાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.