પંજાબમાં આજે કેપ્ટન અમરિંદર સિંહની અગ્નિ પરીક્ષા, કોંગ્રેસે બોલાવી ધારાસભ્યોની બેઠક..

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનુઓ નામ નથી લઈ રહી. પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ સામે ૪૦ ધારાસભ્યોએ મોરચો ખોલ્યા બાદ પાટીઁઁએ શનિવારે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે.

હરિશ રાવતે ટ્વિટ કરીને કહ્યું કે, પંજાબમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી પાસેથી પંજાબમાં વિધાનસભા પક્ષની બેઠક બોલાવનાની માંગ કરી છે. ૧૮ સપ્ટેમ્બર નાં રોજ પંજાબ પાટીઁઁ કાયાઁલય ખાતે કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજાશે.

પંજાબમાં કેપ્ટન અમરિંદર સામે બળવાખોર સૂર ફરી એક વખત ઉગ્ર બન્યો છે. અહીં ૪૦ ધારાસભ્યોએ પાટીઁઁ હાઈકમાન્ડને પત્ર લખ્યો છે. પાટીઁઁ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં ધારાસભ્યોએ બે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં વહેલી તકે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવા માંગ કરી છે.

તાજેતરમાં ત્યાં ફરી એક વખત કેપ્ટન અમરિંદર સિંહ સામે વિરોધ વધ્યો છે. છેલ્લાં ધણા મહિનાઓથી નવજોત સિંહ સિદ્ધ અને અમરિંદર સિંહનાં જૂથ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.