ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે શનિવારે (12 માર્ચ) ઈતિહાસ રચ્યો છે.અને તેણે ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વન ડે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ઉતરતાની સાથે જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. હવે તે આ મેચ જીતીને વધુ સારો દેખાવ કરશે.
મિતાલી વિશ્વ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 24 મેચ રમનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે. આ મામલામાં તેણે ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ મહિલા કેપ્ટન બેલિન્ડા ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો છે.અને બેલિંડાએ કેપ્ટન તરીકે વર્લ્ડ કપમાં 23 વનડે રમી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા મિતાલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 23માંથી 14 મેચ જીતી છે. જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. સુકાની તરીકે વર્લ્ડ કપ જીતવાના મામલે મિતાલી સંયુક્ત રીતે બીજા સ્થાને છે. તેની સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન શેરોન ટ્રેડેરિયા પણ બીજા નંબર પર છે. જો મિતાલી રાજ તેની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવશે તો તે જીતની બાબતમાં શેરોનને પાછળ છોડી દેશે. બેલિન્ડા ક્લાર્ક હજુ પણ જીતના મામલે ટોપ પર છે.અને તેણે 23માંથી 21 મેચ જીતી હતી.
મિતાલી ઓવરઓલ વન ડે વર્લ્ડ કપ (પુરુષ-મહિલા)માં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચો રમનારી ભારતીય ખેલાડી પણ બની ગઈ છે. આ મામલામાં તેણે મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધો છે.અને જેણે વર્લ્ડ કપમાં તેની કેપ્ટનશિપમાં 23 વનડે રમી હતી. ત્રીજા નંબર પર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે જેણે 17 મેચ રમી છે.
વિમેન્સ વર્લ્ડકપ 2022 સીઝન ન્યુઝીલેન્ડની ધરતી પર રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની જીત સાથે ડેબ્યૂ કર્યું હતું.અને મિતાલી રાજની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું હતું. જોકે બીજી મેચમાં ન્યુઝીલેન્ડનો 62 રને પરાજય થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.