IND vs AUS : ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપથી હાર્યા બાદ ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.
IND vs AUS : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપથી હાર્યા બાદ ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પરંતુ આ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સોમવારે (11 નવેમ્બર) પ્રેસ કોન્ફરન્સમાં રોહિતની ગેરહાજરી સહિત તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેણે એ પણ કહ્યું કે, જો રોહિત નહીં હોય તો કોણ સુકાની કરશે અને ઓપનિંગમાં કોણ જવાબદારી સંભાળશે. આ સાથે ગૌતમ ગંભીરે કહ્યું કે, રોહિત શર્મા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આશા છે કે તે ઉપલબ્ધ થશે. સિરીઝ શરૂ થાય તે પહેલા તમને બધું જ ખબર પડી જશે. કોચ ગંભીરે આ વાત સીધી રીતે કહી નથી પરંતુ એ સ્પષ્ટ છે કે, રોહિત પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહેશે. તે હજુ ઓસ્ટ્રેલિયા પણ નથી પહોંચ્યો.
તો પછી કોણ ઓપનિંગ કરશે ?
ઓપનિંગમાં કોણ ચાર્જ સંભાળશે? આ અંગે કોચે કહ્યું, જો રોહિત શર્મા ઉપલબ્ધ ન હોય તો કેએલ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરન અમારા માટે ઓપનિંગ વિકલ્પ છે. હું તમને પ્લેઇંગ-11 વિશે કહી શકતો નથી, અમે શ્રેષ્ઠ સંયોજન સાથે આગળ વધીશું. આ સિવાય કેપ્ટનશિપ અંગે ગંભીરે કહ્યું, ‘બુમરાહ વાઇસ કેપ્ટન છે. તેથી રોહિતની ગેરહાજરીમાં તે ચોક્કસપણે કેપ્ટન રહેશે.
કોચ ગંભીરે કેએલ રાહુલ વિશે શું કહ્યુ ?
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું, કેએલ રાહુલ ઓપન કરી શકે છે. તે નંબર 3 પર બેટિંગ કરી શકે છે, તે નંબર 6 પર પણ બેટિંગ કરી શકે છે. આ સારી વાત છે ઘણા ખેલાડીઓ આવા વિકલ્પો આપી શકતા નથી. આ નિવેદન પરથી આપણે સમજી શકીએ છીએ કે, રાહુલ પ્રથમ ટેસ્ટમાં 5મા નંબર પર આવી શકે છે. જ્યારે કોચ યશસ્વી જયસ્વાલને ઓપનિંગમાં હટાવવા માંગતા નથી. અભિમન્યુને તેની સાથે મોકલી શકાય છે.
પ્રથમ ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11 માં કોણ-કોણ ?
યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ/સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અશ્વિન, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણા
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર 2024 – જાન્યુઆરી 2025)
22-26 નવેમ્બર: પ્રથમ ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીન), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીન) , આર અશ્વિન , રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ સિરાજ , આકાશ દીપ , પ્રસિદ્ધ કૃષ્ણ , હર્ષિત રાણા , નીતિશ કુમાર રેડ્ડી , વોશિંગ્ટન સુંદર.
પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.