હોમ લોન,કાર લોન લેવા માગતા લોકો માટે રાહત ના સમાચાર, RBI કરી શકે છે આ મોટી જાહેરાત

દેશમાં ચાલી રહેલી અર્થવ્યવસ્થાની ધીમી ગતિને દૂર કરવા માટે મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફેસ્ટિવ સીઝન પણ શરૂ થઈ ગઈ છે, એવામાં માર્કેટમાં ડિમાન્ડ વધારવા માટે RBI કદાચ નવા પગલાં ભરી શકે છે. મળેલી જાણકારી અનુસાર, MPCની બેઠક બાદ 4 ઓક્ટોબરે RBI દ્વારા મોટી જાહેરાત થઈ શકે છે. RBI રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટની જાહેરાત સંભવ છે. RBIની મોનિટરી પોલિસી કમિટી(MPC) ની બેઠક 4 ઓક્ટોબરે પૂરી થશે.

ગ્રાહકને ફાયદોઃ

રેપો રેટમાં ઘટાડાથી બજારમાં ડિમાન્ડ પેદા થશે. લોન સસ્તી થશે, ખાસ કરીને હોમ, કાર અને કંઝ્યૂમર લોન પર અસર જોવા મળશે. લોકો ફરીથી ખરીદી પર ફોકસ કરશે. ડિમાન્ડ પેદા કરીને સરકાર ઈકોનોમીને બૂસ્ટ કરી શકે છે.

4 બેઠકોમાં દર વખતે ભાવ ઘટ્યાઃ

હાલના આકારણી વર્ષમાં RBIના MPCની 4 બેઠકોમાં દર વર્ષે રેટ કટ કરવાની જાહેરાત થઈ છે. આશા છે કે આ વખતે પણ રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. છેલ્લી વાર રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

1.10% ઘટ્યો રેટઃ

આ આકારણી વર્ષમાં અત્યાર સુધી રેપો રેટમાં 1.10 ટકા ઘટાડો થયો છે. હાલમાં રેપો રેટ 5.40 ટકા છે. જો RBI તેમાં ઘટાડો કરશે તો આ 25 બેસિસ પોઈન્ટ ઘટીને 5.15 ટકા પર આવી જશે.

5 ટકા સુધીની આશાઃ

માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે, RBI માર્કેટમાં ડિમાન્ડ વધારવા માટે આકારણી વર્ષમાં રેપો રેટ ઘટાડીને 5 ટકા પર લઈ જશે. શક્ય છે કે RBI ડિસેમ્બર મહિનામાં થનારી MPCની બેઠકમાં વધુ એક ઘટાડો કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.