કરોડો લોકો ધીરે ધીરે આવી રહ્યાં છે આ સાયલન્ટ કિલરની ચપેટમાં, તમને પણ થઈ શકે છે આ બીમારી

એક જાણીતી સંસ્થાએ પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે ગત દશકોમાં ચિકિત્સાના વિસ્તારમાં પ્રગતિ થઈ હોવા છતાં હાઈપરટેન્શનને જાળવવાની બાબતમાં ઘણી જ ઓછી પ્રગતિ થઈ છે. હાઈપરટેન્શનવાળા મોટા ભાગના લોકો પોતાનો ઈલાજ જ નથી કરાવતા. ઓછી અને મધ્યમ આવકવાળા દેશમાં તેનું નુકસાન વધુ જોવા મળે છે.

Hypertension: સમગ્ર દેશમાં લાખો લોકો એવી પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે કે ક્યારેય પણ તેમનો જીવ જઈ શકે છે. આટલુ જ નહીં પણ આ સ્થિતિ વિશે તે પોતે પણ નથી જાણતા. આ ખુલાસો થયો છે. હાઈપરટેન્શન એક એવી બીમારી છે જે એક સાયલન્ટ કિલર જેવી છે. સંશોધન મુજબ ગત 30 વર્ષમાં હાઈપરટેન્શનવાળા અડધાથી વધુ લોકો તેનો ઈલાજ નથી કરાવતા જે ગમે ત્યારે તેના માટે ખતરો બની શકે છે. હાઈ બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે જે સામાન્ય છે અને ઘણી જ સરળતાથી ઠીક થઈ શકે છે. પરંતુ જો તમને ખ્યાલ ના આવે અને કંટ્રોલમાં નહી રાખો તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. તેના કારણે સ્ટ્રોક, હાર્ટ અને કિડનીથી જોડાયેલી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે.

10 કરોડ લોકો પર કરવામાં આવ્યો સરવેઃ

આ વૈશ્વિક સંશોધનમાં ગત દશકમાં 184 દેશના 10 કરોડથી પણ વધુ લોકોના બ્લડ પ્રેશરના માપને જોવામાં આવ્યું છે સંશોધનમાં સામે આવ્યું છે કે દુનિયામાં હાઈપર ટેન્શનવાળા અંદાજિત અડધા લોકો પોતાની આ સ્થિતિથી અજાણ છે. જ્યારે અડધાથી વધુ પુરષ અને મહિલાઓ જાણતી હોવા છતાં પોતાની આ પરિસ્થિતિનો ઈલાજ નથી કરાવતી. એક જાણીતી સંસ્થાએ પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે ગત દશકોમાં ચિકિત્સાના વિસ્તારમાં પ્રગતિ થઈ હોવા છતાં હાઈપરટેન્શનને જાળવવાની બાબતમાં ઘણી જ ઓછી પ્રગતિ થઈ છે. હાઈપરટેન્શનવાળા મોટા ભાગના લોકો પોતાનો ઈલાજ જ નથી કરાવતા. ઓછી અને મધ્યમ આવકવાળા દેશમાં તેનું નુકસાન વધુ જોવા મળે છે.

 

હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમઃ
એક સંશોધનમાં સામે આવ્યું છે કે ઉંચા અને મધ્ય આવકવાળા દેશમાં હાઈપરટેન્શનને લઈ સતર્કતા જોવા મળી છે અને સમય રહેતાં તેનો ઈલાજ પણ કરાવી લે છે. તેનાથી ખબર પડે છે કે હાઈ બ્લડ પ્રેશર રોકવું અને તેની ઓળખ અને ઈલાજ કરવો દરેક દેશના લોકો માટે શક્ય છે. તેનાથી થનારા જોખમ વિશે આંતરરાષ્ટ્રીય સ્તર પર વાત કરવા સહકારની જરૂર છે. દુનિયાભરમાં હાઈપરટેન્શનની સાથે રહેનારા લોકોની સંખ્યા ગત 30 વર્ષમાં બેગણી થઈ ગઈ છે. બ્લડ પ્રેશર વધી જાય તો તેને હાઈપરટેન્શન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં હદય અને ધમનીયો પર વધુ દબાણ પડે છે તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવે છે. અતિશય માથાનો દુ:ખાવો, વધુ થાક, મિતભ્રમ, આંખોની મુશ્કેલી અને છાતીમાં દુ:ખાવો તેના સામાન્ય લક્ષણો છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ, હદયના ધબકારા અનિયમિત થવા, યુરિનમાં લોહી આવવું અને છાતી, ગળુ અથવા કાનમાં અસહ્ય દુ:ખાવાનો અનુભવ થઈ શકે છે. જો તમને પણ આમાંથી કોઈ લક્ષણનો અનુભવ થાય તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ બિલકુલ ના કરવી અને પોતાના ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો.

ઉંમર પ્રમાણે વધે છે જોખમઃ
જો તમે 65 વર્ષથી વધુની ઉંમરના છો. તમારુ વજન વધુ છે. તમે એક્સરસાઈઝ ઓછી કરો છો અને પરિવારમાં પહેલાથી કોઈને હાઈબ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારામાં હાઈપરટેન્શનનું જોખમ વધે છે. એક્સરસાઈઝ, યોગ્ય ખાનપાન અને વજન ઘટાડીને આ જોખમને ઓછુ કરી શકાય છે. આવી સ્થિતિમાં ડોક્ટર્સ સ્મોકિંગ બંધ કરવાની અને આલ્કોહોલનો ઓછો ઉપયોગ કરવાની સલાહ આપે છે. સમગ્ર દુનિયામાં હાઈ બ્લડ પ્રેશરથી લાખો લોકોના મૃત્યુ થઈ ગયા છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે બ્લડ પ્રેશરને ઓછું કરવાથી સ્ટ્રોકથી 35થી 40 ટકા, હાર્ટએટેકને 20થી 25 ટકા અને હદય બંધ થવાની સંભાવના અંદાજિત 50 ટકા સુધી ઓછી થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.