ગુજરાત રાજ્યમાં ત્રણ પ્રકારની કેરી જાણીતી છે. ગીરની કેસર, કચ્છની અને વલસાડની હાફુસ. જોકે, હવે વલસાડમાં પણ કેસર કેરીનો પાક થાય છે. કચ્છ અને વલસાડમાં 20 વર્ષ પહેલા કેસરના આંબાનું વાવેતર થયું હતું. એક સમયે ગીરની કેસર કેરીનો દબદબો હતો. પણ વલસાડ અને કચ્છના ખેડૂતોએ પણ કેસરનું વાવેતર થતા ગુજરાતમાંથી કેસરનું ઉત્પાન વધી ગયું. અને હવે ગીરની સાથોસાથ વલસાડ અને કચ્છની કેરીની પણ સારી એવી માંગ રહે છે.
પણ આ વખતે કેસર કેરીની સીઝન મોડી શરૂ થવાની છે. આ ઉપરાંત જે ફાલ ઊતરવો જોઈએ એ હજુ સુધી ઊતર્યો પણ નથી. આ વખતે ત્રણેય ઝોનમાંથી માંડ 20 ટકા કેરીનો પાક ઊતરવાની સંભાવના છે. આ વખતે 80 ટકા કેરીનો પાક થશે નહીં. સ્થિતિ એવી જોવા મળે કે, મધ્યમ વર્ગ માટે કેરી ખરીદવી મુશ્કેલ બનશે તો નવાઈ નહીં. કેરીની સીઝનમાં કુદરતી નિયમ છે કે, એક ઓફયર અને બીજું ઓનયર હોય. ઓફયરમાં કેરી ઓછી આવે છે. જ્યારે ઓનયરમાં કેરીનો પાક વધારે ઊતરે છે. કેમિકલ અને જંતુનાશક દવાને કારણે હવે ઓફયર કે ઓનયર જેવું કંઈ રહ્યું નથી અને કેરીનો પાક વહેલો ઊતારી દેવાની લાલચમાં દવાનો ઉપયોગ કરી નાંખે છે. પણ આ વખતે વિષમ વાતાવરણને કારણે કેરની સ્વાદ ચાખવા પૂરતો માંડ મળશે.
તલાલાની કેસર કેરી અંદરથી મીઠી હોય છે. રેસા જાડા હોય છે. દેખાવમાં ફળ મોટું અથવા તો મધ્યમ કક્ષાનું રહે છે. જ્યારે વલસાડની કેરી અંદરથી થોડા પીડાશ પડતી હોય છે. સ્વાદમાં ખાટી મીઠી હોય છે. જ્યારે કચ્છની કેસર બહારથી પીળી હોય છે. અંદરથી કેસરી નીકળે. રસાળ અને વધારે પડતી સુગરવાળી હોય છે. સૌરાષ્ટ્ર પંથકમાં ખાસ કરીને દરિયા કિનારાથી નજીકના વિસ્તારમાં મોડી રત્રે ઝાકળ વરસે છે. જ્યારે બપોરના સમયે લૂં ફૂંકાય છે. કલ્ટાર કેમિકલના લીધે આંબા નબળા પડી રહ્યા છે અને આંબાનું આયુષ્ય 70 વર્ષથી ઘટી 40 વર્ષનું થઈ ગયું છે. મધિયો નામની જીવાતે આંબાનો સફાયો કરી નાંખ્યો છે.
ખેડૂત આગેવાન હીરજીભાઈ ભીંગરાડિયા કહે છે કે, ઓરિજિનલ કેસર મળવી હાલ મુશ્કેલ છે. જ્યારે શાંતિભાઈ રાણપરિયા જેઓ નિવૃત નાયબ ખેતિ નિયામક છે તે કહે છે કે, કેસર ગમે ત્યાં ઊગે પણ કલમ ગીરની જ હોય છે.જ્યારે બાગાયત નિષ્ણાંત ગફાર કુરેશી કહે છે કે, જમ્બો અને સુપર એવા નામની કોઈ કેસર કેરી જ નથી. જ્યારે વલસાડ જિલ્લા ખેડૂત સમાજના ચેરમેન ભગુભાઈ પટેલ કહે છે કે, 100 મણની જગ્યાએ પાંચ જ મણ કેરી ઊતરવાની છે. જ્યારે કચ્છમાંથી બટુકસિંહ જાડેજા ખેડૂત કહે છે કે, અત્યાર કચ્છમાં પણ આંબા ખાલીખમ છે.અને એકવાડીમાંથી સીઝનમાં 2000 બોક્સનું પેકિંગ થતું હતું હાલમાં માંડ 200 બોક્સ ઊતરશે એવું લાગી રહ્યું છે.આવક પણ મર્યાદિત થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.