આધુનિક યુગના સમયની અંદર પણ હજુ સુધી ભારતના અનેક વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે.ત્યારે આવોજ અંધશ્રદ્ધાને લાગતો બનાવ ગુજરાત રાજ્યમાંથી સામે આવ્યો છે.જેમાં ગુજરાત રાજ્યના ભાવનગરના મામા દેવના માંડવામાં ભૂવાને તલવાર વાગતા ભૂવાને તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ભાવનગરમાં આયોજિત મામા દેવના માંડવામાં એક ભૂવાને તલવાર વાગી હોવાનું જાણવા મળેલ છે. જેમાં મામા દેવના માંડવામાં ૨૧મી સદીમાં અંધશ્રદ્ધામાં રાચતા એક ભુવાએ બે તલવાર લઈને રમતા પેટના નીચેના ભાગે તલવાર વાગી ગઈ હતી.ભૂવાને તલવાર વાગવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માંડવા દરમિયાન ભુવાએ તલવાર લઈ પેટના ભાગે રાખી હતી, તેવામાં વધારે દબાણ કરતા તલવાર પેટના નીચેના ભાગે ઘુસી ગઈ હતા.
ઘટનાની અંદર અચાનક ભુવા સાથે મોટી અનહોની થઈ ગઈ હતી અને પેટના ભાગે ધડધડ લોહી નીકળવા લાગ્યું હતું.જેના કારણે તે લોહીલુહાણ થયો હતો,ભૂવાને ખ્યાલ આવી ગયો હતો કે તેને પેટના ભાગે રાખેલી તલવાર વાગી છે.જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે.આ વીડિયો ભાવનગર શહેરના કોઈ વિસ્તારનો હોવાનું મનાય છે,પરંતુ ચોક્કસ સ્થળ વિશે માહિતી મળી નથી.વર્તમાન આધુનિક સમયની અંદર પણ અંધશ્રદ્ધાના નામે અનેક એવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.