ઉત્તર પ્રદેશનાં મુઝફફરનગરમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં પોલીસ દ્નારા કરાયેલાં ૭૭ કેસને ભાજપ સરકારે કોઈપણ જાતનાં ઉચિત કારણ વિના પાછા ખેંચી લીધાં હતાં.
પરંતુ હવે તે કેસ ફરીથી ખુલી શકે છે એવું સુપ્રીમ કોર્ટેમાં એક મહત્વનું સૂચન રજુ કરાયું હતું. જેને લીધે ઉત્તર પ્રદેશ ભાજપનાં નેતામાં ફફડાટ શરુ થઇ ગયો છે. દેશનાં અત્યાર સુધીનાં સૌથી મોટા રમખાણ ગણાતાં મુઝફફરનગરનાં તોફાનોમાં ૬૦ લોકોનાં મોત થયાં હતાં.
૬૦ હજારથી વધુ લોકો બેધર થયાં હતાં. અનેક ભાજપનાં નેતાઓ સામે કેસ નોંધાયા હતાં. આ મુદ્દે સુપ્રીમનાં એમિકસ કયૂરિ એ કહ્યું હતું કે, જો હાઈકોર્ટે ઈચ્છે તો આ કેસ ફરીથી ખોલી શકાય. મુઝફફરનગરનાં કોમી રમખાણોની અસર અનેક જિલ્લાઓમાં થી હતી.
મેરઠમાં ૫૧૦ કેસ નોંધાયા હતાં. ૧૭૫ કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. અને ૧૬૫ કેસમાં આખરી રિપોર્ટ રજુ કરાયો હતો. આશ્ચયઁની વાત તો એ છે કે પાછા ખેંચી લેવાયેલા ૭૭ કેસો પૈકી ૪૦ કેસોની ફાઈલનાં તો કેસો તદ્દન બંધ કરી દેવાયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.