મધ્ય ગુજરાતનાં ગભઁપાતની હિચકારી ધટના સામે આવી છે. હવે નડિયાદમાં માસુમ બાળકોને વેચી નાંખવાનું કૌભાંડ ખૂલ્યું છે. લોકો કહે છે કે બાળકોમાં તો ભગવાન વસે છે. પરંતુ આ કળિયુગી કંસ એના પણ સોદા કરતાં ખચકાતાં નથી..
સમગ્ર કૌભાંડને ખુલ્લું પાડવા પોલીસની ટીમ દ્નારા ડમી ગ્રાહક મોકલવામાં આવ્યું હતું. જેમાં માયાએ બાળક થોડી વારમાં લાવી આપવાનું કહ્યું હતું. થોડા સમય બાદ એક બહેન નાનું બાળક લઈને સંતરામ મંદિરની બાજુમાં આવેલ શાકમાકઁટમાં લઈ આપી હતી. તેના બાદ ડમી મહિલા ગ્રાહકને ઇશારામાં બોલાવી હતી. આ બાદ બાળકના બદલામાં ૦૬ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી.
https://www.youtube.com/watch?v=Z4NJKSCETBg
આ બાદ પોલીસની ટીમે ચારેબાજુથી મહિલાઓને કોર્ડન કરીને પકડી લીધી હતી. જેમાં મોનિકાબેન (વા./ઓ. મહેશભાઇ પ્રવિણભાઇ શાહ), પુષ્પાબેન (વા. ઓ. સંદિપભાઇ બહેચરભાઇ પટેલીયા), માયાબેન (વા./ઓ. લાલજીભાઇ રણછોડભાઇ ડાંભલા) અને રાધિકાબેન (વા./ઓ. રાહુલભાઇ મશરામભાઇ ગેડામ) ને પકડી લેવામાં આવી હતી. આ અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલાઓ સાથે પરપ્રાંતીય માવતરની અટકાયત કરી આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે પોલીસ આ કેસમાં ઊંડી ઉતરી તપાસ આદરી તો હજુ પણ કેટલાક લોકોના નામ ખૂલે એમ છે.
https://www.youtube.com/watch?v=4ioWYFSVPUM
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.