સેબીએ બુધવારે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અન્ય વ્યક્તિઓ અને એકમોને બે દાયકા જૂના કેસમાં ૨૫ કરોડનો દંડ ફટકાર્યો છે.
સેબી દ્વારા દંડ કરવામાં આવેલી અન્ય વ્યક્તિઓમાં નીતા અંબાણી અને ટીના અંબાણીનો સમાવેશ થાય છે. સેબીએ તેના ૮૫ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૦માં આરઆઈએલના પ્રમોટર્સ કંપનીમાં પાંચ ટકાથી વધુ હિસ્સાનું હસ્તાંતરણ જાહેર કરવામાં નિષ્ફળ ગયા હતા.
પ્રમોટર ગૂ્રપ સબસ્ટેન્શિયલ એક્વિઝિશન ઓફ શૅર્સ એન્ડ ટેકઓવર્સ (એસએએસટી) નિયમ ૧૯૯૭ હેઠળ ઓપન ઓફર કરવામાં નિષ્ફળ ગયું હતું. આ નિયમ હેઠળ પ્રમોટર ગ્રુપે કોઈપણ નાણાકીય વર્ષમાં વોટિંગ અધિકારોના પાંચ ટકાથી વધુ હિસ્સાની ખરીદી માટે લઘુમતી રોકાણકારોને ઓપન ઓફર કરવી ફરજિયાત છે.
સેબીનો ૨૫ કરોડ રૂપિયાનો દંડ ૧૯૯૪માં વોરન્ટ્સ અલોટ કરનારા ૩૪ વ્યક્તિઓ અને એકમોએ સંયુક્ત રીતે ચૂકવવાનો છે, જેમાં મુકેશ અને અનિલ અંબાણી, તેમની માતા, પત્નીઓ નિતા અંબાણી અને ટીના અંબાણી તથા બાળકોનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.