– આ તો અમારી ઇજ્જતનો સવાલ છે, સીબીઆઇ કહે છે
તામિલનાડુમાં સીબીઆઇની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થઇ જવાની ચકચારી ઘટના બની હતી.
મદ્રાસ હાઇકોર્ટે સ્થાનિક પોલીસને આ આખી ઘટનાની તપાસ નહીં કરાવવાની સીબીઆઇની અરજી ફગાવી દીધી હતી અને સીબી-સીઆઇડીને આ કેસની એફઆઇઆર નોઁધવાનો આદેશ આપ્યો હતો.
આ સોનાની બજારભાવે કિંમત 43 કરોડ રૂપિયા થવા જાય છે. કોર્ટે કહ્યું કે આ સીબીઆઇની અગ્નિપરીક્ષા છે. આમાં અમે કશું કરી શકીએ એમ નથી. સીતામાતાની જેમ તમારા હાથ સ્વચ્છ હશે તો તમારે ચિંતા કરવાનું કોઇ કારણ નથી. તમારા હાથ ખરડાયેલા હશે તો તમારે જવાબ આપવો પડશે.
સીબીઆઇએ રાષ્ટ્રીય કક્ષાની સીબીઆઇ અથવા નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા તપાસ કરાવવાની વિનંતી કોર્ટમાં કરી હતી. એના જવાબમાં જસ્ટિસ પી એન પ્રકાશે કહ્યું કે કાયદો અમને એમ કરવાની છૂટ આપવા દેતો નથી. તમારે પોલીસ તંત્ર પર ભરોસો રાખવો જોઇએ. સીબીઆઇ અલગ છે અને સ્થાનિક પોલીસ સીબીઆઇની તપાસ ન કરી શકે એવી માન્યતા ખોટી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.