PNBના ચાર બેંક અધિકારીઓ અને કંપનીના માલિક અભિનાષ મોંહતી સહિત 9 લોકો વિરૂદ્ધ કેસ નોંધાયો
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશામાં પંજાબ નેશનલ બેંક (PNB) વિરૂદ્ધ 32 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ સમગ્ર કેસ બહુચર્ચિત નિરવ મોદીના કેસ જેવો જ છે જેમાં બેંકના અધિકારીઓ સાથે મળીને Global Trading Solution Ltdએ CC અને Lcની સુવિધા લીધી અને બાદમાં પૈસાને અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી દીધા.
આ કેસમાં CBIએ PNBના ચાર બેંક અધિકારીઓ અને કંપનીના માલિક અભિનાષ મોંહતી સહિત 9 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ સુપ્રીમ કોર્ટના આદેશ પર પશ્ચિમ બંગાળમાં ચિટ ફંડ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી મામલે પણ ત્રણ કેસ નોંધ્યા છે.
હકીકતે શારદા ચિટ ફંડ કૌભાંડ સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચિટ ફંડ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને બંને રાજ્યમાં CBIને ચિટ ફંડ છેતરપિંડી મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમાં ત્રણ કેસ કોલકાતા બ્રાન્ચે નોંધેલા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.