CBIના પૂર્વ નિર્દેશક તથા સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનને BSFના DG તરીકે નીમવામાં આવ્યા

સીબીઆઈ(CBI)ના ભૂતપૂર્વ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ના ડાયરેક્ટર જનરલ(DG)ના વધારાના ચાર્જ સાથે હવે બીએસફ(BSF)ના ડીજી તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી છે. હાલ તેઓ ડાયરેક્ટર જનરલ, સિવિલ એવિએશન સિક્યુરિટી(BCAS) બ્યુરો અને એડિશન ચાર્જ ઓફ ડીજી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરીકે કામ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અસ્થાનાનું નામ સીબીઆઈ vs સીબીઆઈ(CBI vs CBI) મામલાથી ચર્ચામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ CBIના ભૂતપૂર્વ વડા આલોક વર્માએ તેમને એક કેસમાંથી તપાસ અધિકારી તરીકે હટાવ્યા હતા. વર્માએ અસ્થાના પર હૈદરાબાદના વેપારી પાસેથી રૂપિયા 2.95 કરોડની લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો. આ દરમિયાન અસ્થાનાએ પણ વિજિલન્સ કમિશનને આલોક વર્મા વિરુદ્ધ એક પત્ર લખ્યો અને વર્મા સામે 10 કેસમાં તપાસને અસર પહોંચાડવાનો અને હૈદરાબાદના વેપારીએ વર્માને રૂપિયા 2 કરોડ ચુકવ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. જો કે, આ આરોપો બાદ બંનેને CBI માંથી દૂર કરવામાં આવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.