સીબીએસઇમાં ધો. 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો ઘટાડો

– કોરોનાને પગલે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે નિર્ણય લેવાયો

– ધો. 1 થી 8માં સીબીએસઇની શાળાઓ પોતાની રીતે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લઇ શકશે

 

કોરોના મહામારીને વચ્ચે વિદ્યાર્થીઓ પરનું ભારણ ઘટાડવા સીબીએસઇએ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે  ધો. 9થી ધો. 12ના અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો ઘટાડો કર્યો છે તેમ કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું છે.

નિશાંકે ટ્વિટર પર જણાવ્યું છે કે કોરોનાને કારણે વિશ્વ અને દેશમાં પ્રવર્તી રહેલી  અસમાન્ય સિૃથતિને ધ્યાનમાં રાખીને સીબીએસઇને ધો. 9 થી 12નો અભ્યાસક્રમ રિવાઇઝ કરવા અને ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણય લેતા પહેલા કેટલાક સપ્તાહ અગાઉ મેં તમામ શિક્ષણવિદો પાસેથી અભ્યાસક્રમ ઘટાડવા અંગે સૂચનો મંગાવ્યા હતાં. આ અંગે 1500 સૂચનો મળ્યા હતાં.

માનવ સંશાધન વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અિધકારીએ જણાવ્યું હતું કે શાળાઓના વડા અને શિક્ષકોને સલાહ આપવામાં આવે છે કે જે પ્રકરણ ઘટાડવામાં આવ્યા છે તે પ્રકરણ પણ વિદ્યાથીઓને સમજાવવા જોઇએ કારણકે તેની સાથે અન્ય પ્રકરણો પણ સંકળાયેલા હોઇ શકે. જો કે પ્રકરણ ઘટાડવામાં આવ્યા છે તેનો સમાવેશ આંતરિક મૂલ્યાંકન અને બોર્ડની પરીક્ષામાં કરવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે 16 માર્ચથી સમગ્ર દેશની શાળા કોલેજો બંધ છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના અિધકારીએ વધુમાં જણાવ્યું હતું કે ધો. 1 થી 8માં શાળાઓ પોતાની રીતે અભ્યાસક્રમમાં ઘટાડા કરી શકશે. કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે અભ્યાક્રમમાં ઘટાડો કરવાનો અંતિમ નિર્ણય સંબિધત કોર્સ કમિટી  અને સીબીએસઇની ગર્વનિંગ બોડીની મંજૂરી પછી લેવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.