CBSEના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, બોર્ડની પરીક્ષાને લઈ જાણો લેટેસ્ટ અપડેટ્સ…

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 10મી અને 12મીની પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થશે અને જે વિદ્યાર્થીઓ ડેટશીટની રાહ જોઈ રહ્યા છે એમને બધી જ અપડેટ્સ સત્તાવાર વેબસાઇટ @cbse.gov.in પર મળી રહેશે.

CBSE બોર્ડ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ધોરણ 10 અને 12ની ડેટશીટની રાહ જોઈ રહેલા CBSE વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ડિસેમ્બર 2024માં ધોરણ 10મા અને ધોરણ 12મા માટે પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરશે.

જો કે આ અંદાજ પાછલા વર્ષોની પેટર્નના આધારે બનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2023 અને 2022માં ધોરણ 10 અને 12ની ડેટશીટ ડિસેમ્બર મહિનામાં જ બહાર પાડવામાં આવી હતી. આવી સ્થિતિમાં આ સત્રમાં પણ આવું જ થાય તેવી પૂરી શક્યતા છે. વિદ્યાર્થીઓને ડેટશીટ રિલીઝ થયા પછી અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ @cbse.gov.in પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

જણાવી દઈએ કે CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી, 2025થી યોજાઇ શકે છે, હજુ સંપૂર્ણ શિડ્યુલ હજી બહાર પડવાનું બાકી છે. જેમ જેમ પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નવા અપડેટ્સ પણ આવી રહ્યા છે. આ ક્રમમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને માહિતી આપી છે કે આ વખતે દેશભરમાંથી લગભગ 44 લાખ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લે તેવી અપેક્ષા છે.

વર્ષ 2023 થી, CBSE 15 ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરી રહ્યું છે. 2021 માં, પરીક્ષા 4 મે-7 જૂને અને 2022 માં બોર્ડની પરીક્ષા 26 એપ્રિલ-24 મેના રોજ યોજાઈ હતી. છેલ્લા ત્રણ વર્ષના વલણ મુજબ, ડેટશીટ ડિસેમ્બર 2024 માં જાહેર થવાની આશા છે.

જોકે, બોર્ડે આ અંગે કોઈ સત્તાવાર સૂચના જારી કરી નથી અને આ ડેટશીટ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર બહાર પાડવામાં આવશે. વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક જેવા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી અને નકલી ટાઈમ ટેબલ ફેલાવવામાં આવે તો તેના પર વિશ્વાસ ન કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.