કેન્દ્રીય શિક્ષણ પ્રધાન, રમેશ પોખરિયાલ નિશાંકે નિવેદનમાં જણાવ્યું કે,CBSE ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા ૪ મે થી ૧૦ જૂનની વચ્ચે લેશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) ધો. ૧૦ અને ધો.૧૨ની પરીક્ષા ૪ મે થી ૧૦ જૂનની વચ્ચે લેશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે એક નિવેદનમાં જણાવ્યું છે.

પ્રેક્ટિલ પરીક્ષાઓ એક માર્ચથી સ્કૂલમાં જ લેવામાં આવશે. આ પરીક્ષાઓનું પરિણામ ૧૫ જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાઓ ઓનલાઇન નહીં પણ ઓફલાઇન લેવામાં આવશે.

પોખરિયાલે કરેલી જાહેરાત અનુસાર ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ચાર મે થી ૧૦ જૂન સુધીમાં લેવામાં આવશે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરિણામ ૧૫ જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણ માર્ચમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.