સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આ સમાચાર એ છે કે હવે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સીબીએસઇ બોર્ડની પરીક્ષા લેવામાં નહીં આવે.
શિક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યુ કે વર્તમાન પરિસ્થિતિમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા લેવી શક્ય નથી. માર્ચ મહિનામાં પરીક્ષા લઇ શકાશે કે કેમ તે અંગેનું આયોજન શરુ છે. તમામ રીતે નિરીક્ષણ બાદ સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓની તારીખને જાહેર કરવામાં આવશે.
શિક્ષા મંત્રીએ જણાવ્યું કે 2021ના વર્ષના બોર્ડની પરીક્ષા માટે સીબીએસઇ દ્વારા 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરવામાં આવ્યો છે. આ સિવાય માર્કશીટમાંથી ફેઇલ શબ્દનો પણ દૂર કરવામાં આવ્યો છે.
સાથે જ એ પણ સ્પષ્ટ થયું છે કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા ઓનલાઇન નહીં લેવાઇ. પરીક્ષાનું આયોજન ઓફલાઇન જ કરાશે. આ વખતે પરીક્ષામાં 33 ટકા આંતરીક વિકલ્પો આપવામાં આવશે.
શિક્ષા મંત્રીએ કહ્યું કે ઇન્ટરનલ પરીક્ષા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે દેશમાં અનેક સ્કૂલો ગ્રામિણ વિસ્તારમાં હોવાના કારણે ઓનલાઇન પરીક્ષા સંભવ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.