કરોના વાઇરસને કારણે જે રીતે દેશ લોકડાઉન સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે તેના કારણે થઇ રહેલા આર્થિક નુકસાનની ચિંતા હવે ઘેરી બનતી જાય છે. આ સ્થિતિમાં ઉદ્યોગ જગતના સંગઠન CCIએ સરકારને લોકડાઉનમાંથી ઔદ્યોગિક સેક્ટરને બહાર લાવવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. તેમાં કડક આરોગ્ય માપદંડોનું પાલન કરી ત્રણ તબક્કામાં તમામ ઉદ્યોગો શરૃ કરવાની અપીલ કરવામાં આવી છે.
CCIએ જણાવ્યું છે કે વર્તમાન પડકારજનક સમયમાં પણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર અને ઉદ્યોગ જગતની વચ્ચે સમન્વય સાધીને શરૃ કરવામાં આવી શકે છે. CCIએ સમગ્ર ઉદ્યોગ જગતને ત્રણ સેક્ટરને વહેંચવા અને તેને પ્રાથમિકતાને આધારે ખોલવાની સલાહ આપી છે. જેથી કરીને આર્થિક મંદી વધુ વકરે તે પહેલા કારખાનાઓ શરૃ કરવામાં આવે અને બેકારોને રોજગારી આપી શકાય.
CCIએ ઉદ્યોગોની સાથે જ સમગ્ર દેશને પણ ત્રણ સેક્ટરમાં વહેંચવાની ભલામણ કરી છે. તેને કોવિડ-૧૯ના પ્રસારને આધારે રેડ, યલો અને ગ્રીન સેક્ટરમાં વહેચવાની સલાહ આપી છે.
રેડ સેક્ટરમાં એવા ઉદ્યોગોને ખોેલી શકાય છે જેનો બહારના લોકો સાથે કોઇ સંપર્ક ન હોય. જો કે એ સુનિશ્ચિત કરવું પડશે કે આ ઉદ્યોગો આરોગ્યના નિયમોનું કડકપણે અમલ કરે. જે ઉદ્યોગ આ નિયમનું પાલન ન કરે તેની પાસે ભારે દંડ વસુલ કરવો જોઇએ.
બેંકોએ વધારાની વર્કિગ કેપિટલની વ્યવસ્થા કરવી પડશે. અનેક ઉદ્યોગોને કારીગરોની પણ અછત નડશે. આ સ્થિતિમાં રાજ્ય સરકારોએ તેમની મદદ કરવી પડશે. કાર્યસ્થળે શ્રમિકોની સુરક્ષા, કાચા માલનો પુરવઠો અને તૈયાર માલને નિશ્ચિત જગ્યાએ પહોચાડવા જેવા કાર્યો પણ કરવા પડશે. આ માટે પણ રાજ્યો વચ્ચે શ્રેષ્ઠ નેટવર્કની જરૃર પડશે. લોકડાઉનને કારણે ગામ પરત ફરેલા શ્રમિકોને પણ સુરક્ષિત રીતે કાર્યસ્થળે પહોંચાડવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.