ઉત્તર પ્રદેશના મેરઠમાં રસ્તાના કિનારે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા એક વ્યક્તિને જોઈ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને પોતાનો કાફલો રોકી દીધો. કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન પોતાની ગાડીમાંથી ઉતર્યા અને રસ્તા કિનારે પડેલા શખ્સની પાસે પહોંચીને તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતા.
એમ્બ્યુલન્સ બોલાવીને આ વ્યક્તિને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. મનાઈ રહ્યુ છે કે આ વ્યક્તિને મેરઠ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો છે. જો કે આ વ્યક્તિએ સારવાર દરમિયાન શ્વાસ છોડી દીધા હતા.
મેરઠના મોદીપુરમમાં નેશનલ હાઈવે 58 પર એક કાર હાઈવે પરથી પસાર થઈ રહેલા એક રાહદારીને ટક્કર મારી હતી જેના કારણે રાહદારી તડફી રહ્યો હતો. પરંતુ કોઈએ તેની મદદ નહોતી કરી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા કેન્દ્રીય મંત્રી ડો. સંજીવ બાલિયાને યુવકને એમ્બ્યુલન્સના માઘ્યમથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પરંતુ તેને સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.