વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત ના 100 એપિસોડ પૂર્ણ થતાં સુરત માં ઉજવણી..

મન કી બાત ના 100 એપિસોડ પૂર્ણ થયા છે અને મન કી બાત ના 100 એપિસોડ પૂર્ણ થતા સુરત ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું 5000 થી વધુ કાર્યકર્તાઓ સાથે ધારાસભ્યો તેમ જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે ઉપસ્થિત રહી મન કી બાત નો 100 મો એપિસોડ સાંભળ્યો હતો . આ કાર્યક્રમમાં ખાસ કરીને કિન્નરોને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત દેશવાસીઓ સાથે રેડિયોના માધ્યમથી કરતા હોય છે ત્યારે મન કી બાતના એપિસોડ પૂર્ણ થયા હતા અને આ 100માં એપિસોડ ને લઇ સુરતમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં મન કી બાત નો 100 મો એપિસોડ સાંભળવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ચોર્યાસી વિધાનસભા ના વેસુ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમમાં 5,000 થી વધુ ભાજપના કાર્યકર્તાઓ સાથે ધારાસભ્યો તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહી અને 100માં એપિસોડને સાંભળ્યો હતો..

ખાસ કરીને મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા જે કિન્નર સમાજને અનોખું મહત્વ આપ્યું છે જેને લઈને આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો જોડાયા હતા અને વડાપ્રધાને જે રીતે કિન્નરોને આગવું સ્થાન આપ્યું છે તેને જ લઈ મહુડી સંખ્યામાં કિન્નર સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સુરતની વાત કરીએ તો સુરત ભાજપ દ્વારા 2,794 બુથ પર મન કી બાત કાર્યક્રમ સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું કે આ કાર્યક્રમ સમાજને જોડવા માટે છે મન કી બાત કાર્યક્રમ માં કોઈ પોલિટિકલ વાત કરવામાં આવતી નથી દેશના વિવિધ લોકો અલગ અલગ ક્ષેત્રમાં જે પ્રકારે આગળ વધે છે તેને પ્રોત્સાહિત આપવા માટેનું કામ વડાપ્રધાન કરી રહ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.