ધરે ધરે રંગોળી કરીને 222 મી જલારામ જયંતીની ઉજવણી શરુ , વીરપુરમાં તો દિવાળી જેવો માહોલ

સંત શિરોમણિ (SANT SHIROMANI) જલારામ બાપાની (JALARAM BAPA) આજે 222 મી જન્મ જયંતી (BIRTH ANNIVERSARY) છે. ગત વર્ષ કોરોના (CORONA) મહામારીમાં વીરપુર (VIRPUR) ધામમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. જલારામ ભક્તો (JALARAM DEVOTEES) દ્નારા ઉજવણીના તમામ કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા હતાં.

ભક્તોએ ઘરે રહીને જ બાપા ની જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી ત્યારે કોરોના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત ઉજવણી થઇ રહી છે.ત્યારે બાપાનાં ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.‘જયાં ટુકડો ત્યાં હરી ધુકડો’ અને ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ આ સુત્ર સાથે સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે.

કોરોના બાદ આજે પ્રથમ વખત જલારામ જયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે જલારામ બાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ અને વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઉમટી પડ્યા છે. મોડી રાતથી ભક્તો દર્શન કરવા માટે લાઇનમાં ઊભા હતા.

વીરપુરમાં ઘરે-ઘરે રંગોળી કરીને દિવાળી જેવો માહોલ ઉભો થયો છે. બાપામાં અપાર શ્રદ્ધાને લઈને ભક્તો પણ બાપાને પ્રાર્થના કરીને લોકોના દુઃખ દૂર કરવા પ્રાર્થના કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.