સેનેટાઈઝર અને માસ્કનો કાળો ધંધો કરતાં વેપારીઓ ચેતજો, તંત્રની કડક કાર્યવાહી

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાયદેસરની કામગીરી શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી રહેલી છે. કોરોના વાયરસના હાઉથી ગભરાયેલા માણસોને માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સ સરળતાથી ઉંપલબ્ધ થાય તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયા દ્વારા ગુજરાતના માસ્ક તથા હેડ સેનેટાઇઝર્સનું ઉત્પાદન કરતાં ઉત્પાદકો સાથે બેઠક કરી તેઓને 24 x 7 ઉત્પાદન ચાલુ રાખવાનો આદેશ આપ્યા છે.

ત્યારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની (Food and Drug Department of the state) 25  જેટલી ટીમો દ્વારા રાજ્યના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે 355 જેટલી દવાઓની દુકાનોની તપાસણી કરતો તે પૈકી અમદાવાદ-30, સુરત-18, રાજકોટ- 15 અને વડોદરા-10 એમ કુલ 73 દવાઓની દુકાનોમાં માસ્ક અને હેડસેનિટાઇઝરની કાળા બજારીના કેસ સામે આવ્યા છે. જેની સામે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાયદેસરની કામગીરી શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી રહેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.