ગુજરાતમાં બિપોરજોય હોનારતની વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, 8000 કરોડની મોટી સ્કીમ જાહેર.

ગુજરાત હાલમાં વાવાઝોડા બિપોરજોયનો સામનો કરી રહ્યું છે. 15 જુન સુધીમાં બિપોરજોય જખૌ બંદર નજીક ફોલ ડાઉન થવાની આગાહી કરાઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કુદરતી આપત્તિ માટે મોટા ફંડનું એલાન કર્યું છે. મંગળવારે નવી દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગો સાથે બેઠક કરી હતી.

બેઠક પછી અમિત શાહે કહ્યું કે રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ માટે કુલ રૂ. 5,000 કરોડનો પ્રોજેક્ટ સાત મહાનગરો – મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે માટે રૂ. 2,500 કરોડનો પ્રોજેક્ટ – શહેરી પૂરના જોખમને ઘટાડવા માટે અને 17 રાજ્યોમાં ભૂસ્ખલન નિવારણ માટે 825 કરોડની રકમનો ફંડ એલાન કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.