કોમ્પ્યૂટર સાયન્સ માં બીટેક (BTech) અને એમટેક (MTech) કરનારા યુવાઓ માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પૂટિંગ (C-DAC)માં નોકરીઓ છે. સી-ડેક નોઇડામાં પ્રોજેક્ટ એન્જિનિયરની 122 વેકન્સી છે. અભ્યર્થી આ પદ માટે અરજી 7 મે સુધી કરી શકે છે.
આ પદ માટે શૈક્ષણિક યોગ્યતા કોમ્પ્યૂટર સાયન્સમાં બીઇ/બીટેક/કોમ્પ્યૂટર સાયન્સમાં એમટેક/એમઇ/એસીએની ફર્સ્ટ ડિવીઝન પાસ ડિગ્રી માંગવામાં આવી છે.
સી-ડેકમાં પ્રોજેક્ટ એન્જિનિયરના પદ પર શરૂઆતની નિયુક્તિ બે વર્ષ કે પ્રોજેક્ટ પૂરો થવા સુધી છે. જે પણ પહેલા થઈ જાય. આ નિયુક્તિ કોન્ટ્રાક્ટ આધારિત હશે. જોકે પ્રોજેક્ટની માંગ અને પર્ફોમન્સના આધાર પર કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે વધારી શકાય છે. જોકે સી-ડેક નોઇડા કોન્ટ્રાક્ટની અવધિને વધારી કે વચમાં પણ સમાપ્ત કરવાનો અધિકાર ધરાવે છે.
* સૌથી પહેલા સી-ડેકની વેબસાઇટ cdac.in પર જાઓ
* અરજી ફોર્મ ભરતા પહેલા સામાન્ય નિયમ અને શરતોને ધ્યાનથી વાંચો
* ત્યારબાદ વેકન્સીની નોટિસની સામે આપેલા એપ્લાય બટન પર ક્લિક કરો
* અરજી ફોર્મમાં જાણકારીઓ ભરો
* હવે સબમિટ બટન દબાવો
* પોતાનો પાસપોર્ટ ફોટો અપલોડ કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.