આજરોજ રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નરશ હૃદયેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંગે થયેલી તૈયારીની સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટરઓ અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હૃદયેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચુંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા. બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે ચૂંટણીપંચના સભ્યઓ તેમજ અન્ય જિલ્લા કલેકટરઓ અને પોલીસ અધિક્ષકોને આવકાર્યા હતા.
આ બેઠકમાં રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, જામનગર કલેકટરશ્રી સૌરભ પારધી, મોરબી કલેકટરશ્રી જી.ટી.પંડ્યા, દેવભૂમિ દ્વારકા કલેકટર મુકેશ પંડ્યા, બોટાદ કલેકટર બીજલ શાહ, સુરેન્દ્રનગર કલેકટર કે.સી.સંપટ અને કચ્છ જિલ્લાના કલેકટર દિલીપ રાણા તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંધ, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, બોટાદ પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.