કેન્દ્ર સરકાર ધરબેઠા ૦૨ લાખ રૂપિયા કમાવવાની તક, પણ કરવું પડશે આ કામ…

કેન્દ્ર સરકાર લોકોને (central government of India) ખાસ કરીને યુવાનોને 2 લાખ રૂપિયા જીતવાની તક આપી રહી છે. આ ઇનામની રકમ જીતવા માટે તમારે કોઈ સ્પર્ધામાં ભાગ લેવો પડશે. હકિકતમાં વાત કઈક એવી છે કે સરકારે તમાકુના (Tobacco) દુષ્પ્રભાવો વિશે લોકોને જાગૃત કરવા આ હરીફાઈનું (Competition) આયોજન કર્યું છે. ચાલો તમને જણાવી દઈએ કે સરકાર કાયમ આવી સ્પર્ધાઓનું આયોજન કરે છે.

જાણો કેવી રીતે તમે 2 લાખ રૂપિયા જીતી શકો છો..

સરકારે તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 2 લાખની ઇનામ રકમ જીતવા માટે તમારે બે હરીફાઈમાં ભાગ લેવો પડશે. ચાલો આપણે તેમના વિશે બધું જ જાણીએ..

શોર્ટ ફિલ્મ બનાવવી પડશે ;

જો તમને ટૂંકી ફિલ્મો બનાવવાનો શોખ છે, તો પછી તમે તમાકુના દુષ્પ્રભાવો અંગે વર્લ્ડ નો-તમાકુ ડે 2021 પર બનાવી શકો છો. આ ટૂંકી ફિલ્મ ઓછામાં ઓછી 30 સેકંડ અને મહત્તમ 60 સેકંડની હોવી જોઈએ.

આ લોકો સ્પર્ધામાં ભાગ લઈ શકે છે ;

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કર્મચારીઓ અને તેમના સંબંધીઓ સિવાય 18 વર્ષથી વધુ ઉંમરના / ભારતીય નાગરિકો (31 મે, 2003 ના રોજ અથવા તે પહેલાં જન્મેલા) આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ ;

દર વર્ષે ૩૧ મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષનો વિષય “સાદા પેકેજીંગ માટે તૈયાર થઈ જાઓ” છે. તમાકુના સાદા પેકેજીંગનો ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ તેના ઉત્પાદનોના આકર્ષણને ઓછું કરવાની સાથે સાથે ભ્રામક પેકેજીંગ અને લેબલિંગ પર પ્રતિબંધ કરવાનું છે. આ પણ તમાકુની જાહેરાત અને તેના પ્રચારનો નાશ કરવા માટે મદદ થશે. તે ઉપરાંત, સ્વાસ્થ્ય ચેતવણીનું ગ્રાફિક્સ પણ સાદા કાગળોના પેકેજીંગ નો ઉપયોગ કરવામાં આવશે.આ દિવસનો ઉદેશ્ય તમાકુના દુષ્પરિણામો અને પ્રભાવોથી લોકોમાં જાગરૂકતા લાવવા માટે અને વ્યક્તિઓને તેની ખરાબ આદતોની ગંભીરતા અંગે પ્રોત્સાહન આપવાનું છે.

સ્વાસ્થ્ય તમાકુ સાથે જોડાયેલા જોખમો માટે પ્રસિદ્ધ છે.તેમ છતાં યુવાનો બહોળા પ્રમાણમાં તમાકુનો ઉપયોગ પોતાના સાથીઓ સાથે દબાણના લીધે કે બહારી જીજ્ઞાસાના કારણે સેવન કરતા જોવા મળે છે.તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે.તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે.નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે તમારાં હદય,ફેફસાં,પેટ અને સાથે સાથે તમારાં જ્ઞાનતંતુઓને અસર કરે છે.એક સમયના અંતરે,વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે.

તમાકુની ખરાબ અસરો :
ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી
શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી

ચામડી કરચલીવાળી થવી

દાંતો પીળાં થઈ જવા

ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે :

હદયની બિમારી

શ્વાસનળીમાં સોજો આવવો

ન્યુમોનિયા

આંચકા આવવાં

કેન્સરના ઘણાં બધા પ્રકારો- જો તમે તમે ધુમ્રપાન કરતાં નથી તેમ છતાં તેના સંપર્કના કારણે ઘણાં બધા પ્રકારના કેન્સરનો ભોગ બની શકો છો.જેમ કે ફેફસાં,ગળું,પેટ,મૂત્રાશયનું કેન્સર આ સ્થિતિને નિષ્ક્રિય ધુમ્રપાન કહેવાય છે. નિષ્ક્રિય ધુમ્રપાનમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદભવે છે.આમ,તે સક્રિય ધુમ્રપાનના સ્વરૂપ જેટલું સમાન હાનિકારક છે.

તમાકું છોડવાના ઉપાયો ;

તમાકું છોડવી ખુબ જ મુશ્કેલ બાબત છે.તેમાં નિકોટીન એક મજબુત ઝેરી વ્યસન છે.તેમ છતાં પણ તમે યોગ્ય ઉપચારો સાથે અને અભિગમપૂર્વક વળગીને આ વ્યસનને છોડાવવા માટે ધૈર્ય ની સાથે સાથે ઈચ્છાશક્તિ પણ રાખવી જોઈએ.તે એક દિવસમાં બંધ થતું નથી.પણ અનેક દિવસોના અંતે થાય છે.

જો તમે તમાકું છોડવા માંગો છો,પરંતુ આ આદત કેમ છોડવી ? તે બાબતથી મુંઝવણ અનુભવતા હો તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) ના એમ-સેશન કાર્યક્રમમાં જોડાવ.

તમાકું છોડવા માંગતા કોઈ પણ તમાકું ઉપયોગકર્તા,011-22901701 પર મિસ્ડ કોલ આપી પંજીકરણ કરાવો.તમે પણ તમારી જાતે તમારાં મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈ ડી દ્વારા http://www.nhp.gov.in/quit-tobacco પર જઈને પંજીકૃત થઈ શકો છો.ત્યાર પછી બે રીતે એસએમએસ પ્રક્રિયા શરૂ થશે,જેમાં પંજીકૃત ઉપયોગકર્તાને સ્વાગત માટે QUITNOW (અત્યારે છોડો) નો એસએમએસ મોકલવામાં આવશે,તરત જ ઉપયોગકર્તાને રાષ્ટ્રીય સુચના કેન્દ્ર દ્વારા 5616115 ફાળવવામાં આવશે. આમ વધુ સંદેશાઓના જવાબો માટે ફરી વખત વિનંતી કરીને અનુસરણ કરવા માટે કહેવામાં આવશે.આ યોજનાને ઉત્તેજન આપવા માટે “quittobacco@gov.in” પર મેઈલ મોકલવાની સાથે સાથે નિયમિત અંતરાલોમાં તમાકુંના ઉપયોગથી થતી અસરો અંગે બહોળાં પ્રમાણમાં લોકોને માહિતગાર કરવાનો મુખ્ય હેતુ છે

ઇનામની રકમ ;

પ્રથમ ઇનામ: 2,00,000 / –
બીજું ઇનામ: 1,50,000 / –
ત્રીજું ઇનામ: 1,00,000 / –
આશ્વાસન ઇનામ: 10 વ્યક્તિઓને 10,000 આપવામાં આવશે.

આ લિંક પર ક્લિક કરો ,વધુ વિગતો માટે https://www.mygov.in/task/short-film-making-contest ની મુલાકાત લો.

મહત્વપૂર્ણ તારીખો

પ્રારંભ તારીખ: 31 મે, 2021
એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ: 30 જૂન, 2021

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.