કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા બહાર પડાયેલા જાહેરનામાના ભંગના બનાવો વધી રહ્યા છે. આ ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા લોકડાઉનના ચુસ્ત અમલ માટે સેન્ટ્રલાઈઝ ડ્રોનના માધ્યમથી સમગ્ર શહેર પર દેખરેખ રાખવામાં આવી રહી છે. ૧૧૦૦થી વધુ કેમેરાથી શહેર પર બાજ નજર રાખવામાં આવશે. જેમાં પોલીસ કમિશનર કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી તેનું સંચાલન કરવામાં આવશે.
અમદાવાદમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે ૧૧૦૦થી વધુ કેમેરાની મદદથી સેન્ટ્રલાઈઝ ડ્રોનના માધ્યમથી સમગ્ર શહેર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે પોલીસ કમિશનર કચેરી સ્થિત સેન્ટરમાં જઈને સેન્ટ્રલાઈઝ ડ્રોનના માધ્યમતી કરાતી કામગીરી નિહાળી હત. કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ટેકનોલોજીનો મહત્તમ અપયોગ અનિવાર્ય બન્યો છે. જેને કારણે અમદાવાદ શહેર પોલીસે ડિજીટલ પેટ્રોલિંગ સર્વેલન્સને પરિણામલક્ષી બનાવ્યું છે. સેટ્રલાઈજ ડ્રોનની કામગીરી નિહાળવા આવેલા જાડેજા સાથે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયા, એડિ.સીપી પ્રેમવીરસિંઘ, ડીસીપી રાજદીપસિંહ ઝાલા અને ડીસીપી કંટ્રોલ વિજયકુમાર પટેલ તથા અન્ય અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કંટ્રોલ સેન્ટરમાં શહેરભરના ૧૧૦૦થી વધુ કેમેરાની ફીડ મેળવીને તેને આધારે શહેરમાં એકટા થતા લોકોની ભીડ નીવારવામાં આવ ે છે. સેન્ટ્રલાઈઝ ડ્રોન અને કમાન્ડ સેન્ટર દ્વારા કાર્યરત ચાર ડ્રોનની મદદથી સમગ્ર શહેરની વિગતો મેળવવામાં આવે છે. બાદમાં આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સની મદદથી ડબલ્યુએચઓના નોર્મ્સ પ્રમાણે એકબીજા વચ્ચે દોઢ મીટરનું અંતર જળવાય છે કે નહી તે દુર સેન્ટરમાં બેઠા બેઠા તપાસ કરી શકાય છે. જેમાં શહેર પોલીસ દ્વારા ડીજીટલ પેટ્રોલિંગની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.કંટ્રોલરૃમમાં ટ્રાફિકના વિસ્તારો કલરથી આઈડેન્ટીફાઈડ કરી પોલીસને સુચના અપાશે
આ કંટ્રોલરૃમમાંથી મહત્તમ ટ્રાફિક ધરાવતા વિસ્તારો લાલ રંગથી, થોડો ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો ઓરેન્જ અને અત્યંત ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો લીલા રંગથી આઈડેન્ટીફાઈડ કરવામાં આવ્યા છે. તેને આધારે જ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને સીધી સુચના આપીને લોકોને એકટા થતા રોકવામાં આવશે
——-
જ્યાં કેમેરા નથી ત્યાં ગુગલના માધ્યમથી સર્વેલન્સ હાથ ધરાશે
ડિજીટલ પેટ્રોલિંગના ફાયદા મુજબ શહેરમાં મુકાયેલા સીસીટીવી કેમેરા અને જ્યાં કેમેરા નથી ત્યાં ગુગલના માધ્યમથી આ સર્વેલન્સ હાથ ધરવામાં આવશે. આમ જાહેર માર્ગો પર પોલીસ દ્વારા અને ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ જીઓ ટેગીંગ અને એરિયલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ભીડ એકઠી થતી અટકાવવા આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે.
——-
ઓડિયો ડ્રોનની પણ મદદ લેવામાં આવશે
હાલમાં પોલીસ આઠ ડ્રોનની મદદથી જાહેરનામાનો ભંગ કરનારાઓ પર નજર રાખી રહી છે. જોકે હવે એનાઉન્સ માટે પોલીસ ત્રણ ઓડિયો ડ્રોનની મદદ પણ લેશે. જેમાં ડ્રોનના સ્પીકર મારફતે લોકોને ઘરમાં રહી લોકડાઉનનો અમલ કરવાએનાઉન્સમેન્ટ કરાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.