આમ આદમી પાર્ટીનું આગામી મિશન શું છે? પંજાબમાં શાનદાર જીત બાદ અરવિંદ કેજરીવાલનું કયા રાજ્ય પર ફોકસ છે? શું અરવિંદ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના વડાપ્રધાનના ચહેરો બની શકે છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં આ બધા સવાલોના જવાબ આપ્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં અમને આશાથી વધારે સીટ મળી. પંજાબમાં જનતાએ બધા દિગ્ગજોને હરાવ્યા એટલે જનાદેશ દેખાડે છે કે જનતા બદલાવ ઈચ્છે છે.
તેમણે કહ્યું કે 75 વર્ષ બાદ પણ દેશમાં મૂળભૂત સમસ્યાઓ છે. આપણાં પછી આઝાદ થયેલા દેશ આપણાથી આગળ છે. આમ આદમી પાર્ટીના ત્રણ સિદ્ધાંત છે દેશભક્તિ, ઈમાનદારી અને માણસાઈ. પંજાબમાં પહેલાંની સરકારો બધા ખોટા લોકો સાથે મળેલી હતી. જેમની સહમતીથી અને તેમના સંરક્ષણની અંદર બધુ ચાલી રહ્યું હતું. રાજનૈતિક સંરક્ષણ વિના પંજાબ જેવા મોટા રાજ્યમાં નશો વેચાઈ નહીં શકે. ફરક નિયતનો છે અને અમારી નિયત સ્પષ્ટ છે. ખોટા કામ કરનારાઓને જેલમાં પણ નાખીશું અને બાળકો માટે રિહેબિલિટેશન સેન્ટર પણ ખોલીશુ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશની દેશની કોઈ પણ પાર્ટી રોજગારની વાત નથી કરતી. પંજાબમાં 25 હજાર નોકરીઓ કાઢવામાં આવી છે અને દિલ્હીમાં અમે 20 લાખ નોકરીઓ ઉત્પન્ન કરી છે. પંજાબ ચૂંટણી પહેલા લોકોને કરેલા વાયદા પર કેજરીવાલે કહ્યું કે પંજાબ પર 4 લાખ કરોડનું દેવું છે.
અહીં છેલ્લા 5 વર્ષોમાં કશું જ થયું નથી. પંજાબમાં વીજળી માફીની જાહેરાત જલદી જ થશે. અમે દિલ્હીને દેવાથી બહાર કાઢી અને દિલ્હી સરકાર ફાયદામાં ચાલી રહી છે. દેશમાં પૈસાની કોઈ અછત નથી. કેન્દ્રના પૈસા પણ અમારા જ પૈસા છે.અને કેન્દ્રના પૈસા કોઈના પિતાના નથી. દિલ્હીવાળા 1.80 લાખ કરોડ રૂપિયાનું ઇનકમ ટેક્સ આપે છે. આ દિલ્હીવાળાના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.