ગુજરાતના જખૌ દરિયાઈ સીમાથી રવિવાર મોડી રાત્રે 56 કિલો હેરોઇન પકડવા કોસ્ટગાર્ડે 200 રાઉન્ડ વોર્નિંગ ફાયરિંગ કર્યું હતું.અને તે બાદ 9 પાકિસ્તાની ખલાસીઓને પકડીને તેમની પાસેથી રૂ.280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઇનનો જથ્થો પકડ્યો હતો.
કચ્છની અટપટી ક્રિક દરિયાઈ સીમા તેમજ લાલપરી માછલી પકડવાના બહાને ડ્રગ્સ માફિયાઓ સરળતાથી ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડતા હોવાનું બહાર આવ્યું છે. રવિવાર મોડી રાત્રે એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કર્યું હતુ. અને જેમાં ઇન્ટરનેશનલ મેરિટાઇમ બાઉન્ડરી લાઈનથી 14 નોટિકલ માઈલ અંદરથી સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની અલહજ નામની બોટ બાતમી મુજબ ત્યાં મળી આવી હતી.
આ દરમ્યાન પાકિસ્તાની ખલાસીઓ સુરક્ષા એજન્સીને જોઈ જતા ત્યાંથી બોટ લઈને ભાગવા જતા અને 56 કિલો હેરોઇનનો જથ્થો દરિયામાં ફેંકવા જતા હતા ,જેથી સુરક્ષાઓએ ખલાસીઓને રોકવા એક બે નહિ પરંતુ 200 રાઉન્ડ વોર્નિંગ ફાયરિંગ કરીને તમામને પકડી પાડ્યા હતા.અને જેમાં 3 ખલાસીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.