સુરતના વેપારી, વિપુલભાઈએ કોરોનામુક્ત થયા બા,દ નવી સિવિલની બ્લડ બેન્ક ખાતે,6 વખત પ્લાઝ્મા ડોનેટ કરી ઉઠાવ્યું છે પ્રેરક કદમ

કતારગામના 35 વર્ષીય એમ્બ્રોઇડરી વેપારી વિપુલભાઈ માવજીભાઈ વિઠ્ઠાણીએ ગત જૂન માસમાં કોરોનામુક્ત થયા બાદ નવી સિવિલની બ્લડ બેન્ક ખાતે 6 વખત પ્લાઝ્મા ડોનેટ કરી પ્રેરક કદમ ઉઠાવ્યું છે. તેમણે શક્ય હોય ત્યાં સુધી પ્લાઝ્મા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો છે.

ગત વર્ષે જૂનના પ્રથમ સપ્તાહમાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મને નવી સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં 08 દિવસ સુધી ડોક્ટરોની ઉમદા સારવારના કારણે હું કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યો હતો. મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો ત્યારે જ મેં સંકલ્પ લઈ લીધો હતો કે, ‘મને કોરોનામાંથી ઉગારનાર સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોને મારી જયારે પણ જરૂર પડશે ત્યારે હું ચોક્કસ મદદ કરીશ

ડૉ. જરગ વધુમાં જણાવે છે કે, હાલના તબક્કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડોનેટ થયેલા પ્લાઝ્માનો ઉપયોગ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. અન્ય ખાનગી હોસ્પિટલને પણ સારવાર હેતુથી પ્લાઝ્મા આપવામાં આવે છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.