ઘણીવાર લોકોનું શરીર તો પાતળું હોય છે પરંતુ ફેસ પર જમા ચરબીના કારણે તો ગોલુ-મોલુ દેખાય છે. જેના કારણે તેમની બધી સુંદરતા ઢંકાઇ જાય છે. જો તમે ઇચ્છો છો કે તસવીરોમાં કોઇ પણ પ્રકારના ફિલ્ટરના ઉપયોગ વગર પણ તમારો ચહેરો શાર્પ અને સુંદર દેખાય તો દરરોજ આ ફેસિયલ યોગાસનને તમારાં રૂટિનમાં સામેલ કરો.
આ યોગાસન કરવાથી નેચરલ ગ્લો પણ મળે છે. જેના માટે તમે કેટલાય પ્રયત્નો કરતાં હશો. મોંઘા કેમિકલ ધરાવતી ક્રીમથી લઇને ફેશિયલ સુધી દરેક વસ્તુઓ પાછળ પૈસા બરબાદ કરતાં હશે. પરંતુ આ યોગાસનની મદદથી ગ્લોઇંગ સ્કિન પણ સરળતાથી મળી જશે. જે રીતે સેલ્ફી લેવા માટે પાઉટ બનાવીએ છીએ તેવી જ રીતે થોડીક વાર માટે પોતાના ગાલને અંદર તરફ કરીને 30 સેકેન્ડ માટે આ અવસ્થામાં જ રહેવા દો. આ પ્રક્રિયા થોડીક વાર ચહેરાને આરામ આપ્યા બાદ ઓછામાં ઓછા ચારથી પાંચવાર કરો. ફરક થોડાક દિવસોમાં જોવા મળશે.
જો તમે ડબલ ચિનથી પરેશાન રહો છો તો આ યોગાસન ઝડપથી ચરબી ઘટાડવામાં મદદ કરશે. આમ કરવા માટે ચહેરાને ઉપરની તરફ ઉઠાવીને છત્ત તરફ જુઓ. આ સાથે જ મોંઢાને ખોલી લો. આ અવસ્થામાં 10-15 સેકેન્ડ સુધી રહેવા દો. થોડીકવાર આરામ કર્યા બાદ આ પ્રક્રિયા ફરીથી કરો. ચહેરાના ફેટને બર્ન કરવા માટે આ ખૂબ જ અસરકારક યોગ છે.
ચહેરાના યોગાસન ખૂબ જ સરળ હોય છે. બસ દરરોજ આ યોગાસન કરવાની જરૂર હોય છે. આ આસન માટે મોંઢામાં પાણી ભરીને જે રીતે આપણે કોગળા કરી છીએ તેવી જ રીતે મોંઢામાં હવા ભરીને કોગળા કરવાના છે. એકવાર ડાબી અને બીજીવાર જમણી તરફ અને વચ્ચે લઇ જઇને લગભગ ચારથી પાંચ સેકેન્ડ સુધી આમ કરવાથી ચરબી ઘટે છે.
વજ્રાસનની મુદ્રામાં બેસીને પોતાની જીભને બહાર નિકાળો. જેટલું શક્ય બને તેટલું વધારે બહાર નિકાળો પરંતુ માંસપેશીઓ પર દબાણ ન નાંખશો. હવે ઊંડો શ્વાસ લઇને શ્વાસ છોડો. આ પ્રક્રિયા કરવાથી અવાજ નિકળશે. આ પ્રક્રિયા છ થી સાતવાર કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.