હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેના ગામ પહોંચ્યો. વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ અડધી રાત્રે ભારે પોલીસ ફોર્સ તૈનાતી વચ્ચે લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા. આ દરમિયાન સ્મશાન ઘાટની ચારે બાજુ મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત હતા અને પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
એટલું જ નહીં પોલીસે આ દરમિયાન કેમેરાથી રેકોર્ડિંગ કરવા ઉપર પણ રોક લગાવી રહી હતી. આ બાજુ ગ્રામીણો પણ અડધી રાત્રે આ રીતે ગુપચુપ રીતે કરાયેલા અંતિમ સંસ્કારથી સ્તબ્ધ છે. પીડિતાના પરિજનો ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા પર મક્કમ હતા.
કુટુંબીજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ અગાઉ મંગળવારે રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જ્યાં પીડિતાના પિતા અને પિતરાઈ ભાઈ હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતાં. સાંજે ત્યાં ભીમ આર્મી અને કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.