ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની સંભાવના , પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકરો.

– પવનની દિશા ઉત્તરથી ઉત્તર – પશ્ચિમ થતાં રાત્રે અને પરોઢિયે ગુલાબી ઠંડી.
– શિયાળાની આલબેલ પોકારતી મસ્ત ગુલાબી ઠંડીનું આગમન.

અમદાવાદ-ગાંધીનગર સહિત રાજયમાં શિયાળાની(WINTER) આલબેલ પોકારતી હોય તેમ ગુલાબી ઠંડીનું(PINK COOL) આગમન થઈ ચૂક્યું છે. દિવસે ચામડી દઝાડતો તાપ અને રાતે ખુશ્બોથી મહેંકતી ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો(CITIZENS) કરી રહ્યાં છે.

હવામાન ખાતાએ આગાહી કરતાં જાહેર કર્યુ છે કે તાપમાન ૩૬ ડિગ્રી અને લધુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી રહેશે. પવનની દિશા બદલાઈ ગઈ છે. તેનાં કારણે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. હાલમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફનાં પવન શરુ થયા છે.

નવરાત્રિ પૂરી થઈ છે. અને લોકો દિવાળીની તૈયારીમાં પડી જશે. રાત્રિનાં ગુલાબી ઠંડકનો શહેરીજનો અનુભવ કરી રહ્યાં છે. રાત્રે અને પરોઢિયે ગુલાબી ઠંડીનો વિશેષ અનુભવ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.