ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્યારે વિજય લેતું સોમાસુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ બનાવી રહ્યું છે. પરંતુ હજુ વરસાદ જતા જતા વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ અમદાવાદ-ગાંધીનગર આણંદ-ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, પોરબંદર રાજકોટ માં વરસાદની સંભાવના છે.
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જ્યારે વિદાય લેતો ચોમાસુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ બનાવી રહ્યું છે. શનિવારે સવારનાં૬ વાગ્યાથી રાત્રીનાં ૮ વાગ્યા સુધીમાં રાજયનાં કુલ ૫૮ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.
https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૯૫.૯૯ ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. દિવાળી બાદ નવેમ્બરમાં રવિ પાકોનું વાવેતર શરૂ થશે. નર્મદા યોજના પછી રાજયમાં સૌથી મોટી સિંચાઈ યોજના ધરાવતાં સાબરમતી ઉપરનાં ધરોઈ ડેમમાં માંડ ૪૬.૧૫ ટકા જ પાણીનો સંગ્રહ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.