ચંદનની તસ્કરી કરવા માટે કુખ્યાત બનેલા વીરપ્પનની દિકરી વિદ્યા રાની શનિવારના રોજ તમિલનાડૂના કૃષ્ણાગીરીમાં એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. પાર્ટીના સેક્રેટરી મુરલીધર રાવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધાકૃષ્ણન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વિદ્યા રાનીએ અહીં પાર્ટી જોઈન કર્યા બાદ જણાવ્યું હતું કે, હું મારી જાતિ અને ધર્મ સાથે ગરીબ અને વંચિતો માટે કામ કરવા માગુ છું. વડાપ્રધાન મોદીની યોજનાઓ હું લોકો સુધી પહોંચાડવા માગુ છું. વિદ્યા રાનીની સાથે 1 હજાર લોકોએ અહીં ભાજપનું સભ્યપદ ધારણ કર્યું હતું.
વીરપ્પનના મોત બાદ તેની પત્ની મુત્તુલક્ષ્મી સલેમમાં સામાજિક કલ્યાણના કામોમાં જોતરાઈ ગઈ છે. તેણે 2006માં તમિલનાડૂ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. 2018માં તેણે ગ્રામિણોનું એક સંગઠન બનાવવાની પણ જાહેરાત કરી હતી.
વીરપ્પન વિશે આમ તો અનેક કહાની પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે, તેણે 2000 હાથીઓને મારી નાખ્યા હતા, જેથી તેના દાંતની તસ્કરી કરી શકાય. હજારો ચંદનના ઝાડ કાપી નાખ્યા. ન જાણે કેટલાય લોકોની હત્યા કરી નાખી હતી. વીરપ્પન રબરના બૂટમાં પૈસા સંતાડી જમીનમાં દાંટી દેતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.