દિલ્હીના સર્રાફા બજારમાં 13 એપ્રિલના ભાવ 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીનાભાવમાં પણ ઠીકઠાક ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી સર્રાફા બજારમાં સોનાનો ભાવ 46223 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ 46093 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. જ્યારે ઇન્ટરનેશનલ બજારમાં સોનાનો ભાવ 1726 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે.
સોનાની કિંમત 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની પણ નીચે છે. MCX પર સોનાનો ભાવ મે 2020ના લેવલ પર આવી ગયો છે. બીજી તરફ એમસીએક્સ પર ચાંદી 68500-68000ના સ્તર પર રહેવાની શક્યતા છે. એક્સપર્ટ્સનું માનીએ તો ચાંદીમાં ઉછાળો આવવાની શક્યતા છે
ઉલ્લેખનીય છે કે જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો સરકારએ એક એપ બનાવી છે. ‘BIS Care app’ થી ગ્રાહકો સોનાની શુદ્ધતાની તપાસ કરી શકે છે. અહીં ફક્ત શુદ્ધતાની જ ખરાઈ નહીં પણ આની સાથે જોડાયેલી કોઈ પણ ફરિયાદ અહીં કરી શકાય છે. આ એપમાં જો સામાનના લાઈસેન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો જોવા મળે છે તો ગ્રાહક તેની ફરિયાદ તાત્કાલીક કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.