આગામી દિવસોમાં ચંદી પડવો આવી રહ્યો છે. જેને અનુસંધાને સુરતીએ ઘારી ખાતા હોય છે. ઘારીની માંગ વધતા મીઠાઈના વેપારીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વેપારીઓએ ઘારી બનાવવાની શરૂઆત કરી દીધી છે.
‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ કહેવત પ્રમાણે સુરત ખાણી-પીણી માટે જાણીતું છે. એવામાં સુરતનો પોતાનો તહેવાર એટલે કે ચંદી પડવા પર સુરતીઓ 30 કરોડ રૂપિયાથી વધુની ઘારી ઝાપટી જશે. સુરતીઓનો ખાણી-પીણી સાથે સંકળાયેલા ચંદી પડવા તહેવાર પર જેટલું ઘારી અને ભૂસુ આપો એટલું ઓછું પડે. છેલ્લાં ત્રણ વર્ષના ઘારીના વેચાણના આંકડાની વાત કરીએ તો 100 ટનથી વધુ ઘારીનું વેચાણ રહેવા પામ્યું છે. વેપારીઓ તરફથી પણ ઘારી બનાવાને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
ચંદી પડવાના અઠવાડિયા અગાઉથી ઘારીના મોટા ઓર્ડરોને પહોંચી વળવા વેપારીઓ લાગી ગયા છે. એક વેપારીને ત્યાં 100 કરતા વધુ માણસો કામ કરી રહ્યા છે. ખાસ કરીને આ મીઠાઈ બનાવ માટે અલગ અલગ પ્રોસેસ કરવી પડે છે. સતત એક અઠવાડિયાની મહેનત બાદ બજારમાં આવેલી ઘારી માત્ર એક દિવસમાં વેચાઈ જાય છે.
હાલ સુરતમાં ઘારી કિલોદીઠ 580 રૂપિયાથી 800 રૂપિયા સુધી વેચાઇ રહી છે. જોકે, ઘારીની માંગ માત્ર સુરતમાં જ નહીં પરંતુ ગુજરાત બહાર પણ રહે છે. એટલું જ નહીં વિદેશમાંથી પણ ચંદી પડવાના દિવસે સુરતમાંથી ઘારી મંગાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.