ચંદના બાઉરીએ ટીએમસીને સંતોષ મંડલને, 4,000 મતોથી પરાજય આપીને વિજેતા બની

 પ.બંગાળની સાલ્ટોરા બેઠક પર કોઈ ઉમેદવાર ન મળતા આખરે ભાજપે દાડિયું કરીને પેટિયું રળી ખાતા મજૂરની પત્ની ચંદના બાઉરીને ટિકિટ આપી.

ચંદના બાઉરીએ ટીએમસીને સંતોષ મંડલને 4,000 મતોથી પરાજય આપીને વિજેતા બની.

ચંદના બાઉરીના ચૂંટણી એફિડેવિટ અનુસાર, બાઉરી ત્રણ બાળકોની માતા છે અને તેની પાસે સંપત્તિને નામે ફક્ત રુપિયા 31,985 છે જ્યારે તેના પતિની સંપત્તિ 30,311 રુપિયા છે. બાઉરીનો પતિ એક દૈનિક મજૂર છે અને તે રાજમિસ્ત્રીનું કા કરે છે.

ઘણા લોકોએ મને ઓનલાઈન નામાંકન માટે પ્રોત્સાહન આપ્યું. પરંતુ મને વિશ્વાસ જ આવતો નહોતો કે મારી જીત થશે.

એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે કોઈ પણ જાતના રાજકીય બેકગ્રાઉન્ડ વગર આ સામાન્ય મહિલાની જીત છે. બાઉરીની પાસે ન તો પૈસા છે કે ન તો પાવર છે તેમ છતાં પણ તેનો વિજય થયો. તેમને સલામ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.