ચંદની પડવાની જેમ દિવાળીની ઉજવણી પર પણ સુરતમાં પોલીસ-પાલિકાની નજર

દિવાળીની ઉજવણી માટે આગામી દિવસોમાં મ્યુનિ. તંત્ર એસ.ઓ.પી. જાહેર કરશેઃ જાહેર માર્ગ પર ભેગા થઈ ફટાકડા નહીં ફોડી શકાશે

સુરતીઓના પોતિકા તહેવાર એવા ચંદની પડવાની ઉજવણીમાં લોકોને ભેગા થતાં અટકાવી સંક્રમણ રોકવામાં સફળતાં મળ્યા બાદ હવે સુરત મહાનગરપાલિકા અને પોલીસ દિવાળી ની ઉજવણીમાં લોકો ભેગા ન થાય તે માટે આયોજન કરી રહી છે.

સુરત મ્યુનિ. તંત્ર દ્વારા આગામી એકાદ બે દિવસમા દિવાળીની ઉજવણી અંગે એસ.ઓ.પી. બહાર પાડવા માટે કવાયત શરૂ કરી દીધી છે. દર વર્ષે સુરતના અનેક વિસ્તારમાં લોકો ભેગા થઈને ફટાકડા ફોડી આતશબાજી કરતાં હોય છે મ્યુનિ. અને પોલીસની કામગીરીના કારણે હવે લોકો ભેગા થઈ ફટાકડા નહીં ફોડી શકે તેવી શક્યતા છે.

સુરતમાં ચંદની પડવામાં લોકો ભેગા થઈને ઉજવણી કરવાની પરંપરા હતી તેમાં સંક્રમણ વધી શકે તેવી ભીતી હોવાથી મ્યુનિ.તંત્ર અને પોલીસે સાથે મળીને લોકોને જાહેરમાં ઉજવણી કરતાં રોક્યા હતા.

આ ઉપરાંત કેટલાક લોકો પણ જાગૃત્ત થતાં આ વર્ષે સુરતમાં ચંદની પડવાની જાહેર ઉજવણી પણ ઘણાં અંશે અંકુશ લાગી શકાયો હતો. ચંદની પડવામાં લોકો ભેગા નહીં થતાં સંક્રમણની શક્યતા હવે ઓછી થઈ રહી છે. તેવી જ રીતે મ્યુનિ.તંત્ર આગામી દિવાળીના સમયમાં પણ લોકો બિન જરૃરી ભેગા ન થાય તે માટે આયોજન કરી રહી છે.

દિવાળી અને નવા વર્ષના દિવસે સુરતના અઠવા ઝોનના કેટલાક વિસ્તારમા લોકો ભેગા થાય છે અને ફટાકડા ફોડીને આતશબાજી કરતાંહ હોય છે. આવા પ્રકારની ઉજળણમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતાં હોય અને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ થાય તેવી ભીતી મ્યુનિ. તંત્રને છે. જેના કારણે મ્યુનિ.તંત્ર દિવાળીની જાહેર ઉજવણી પર અંકુશ મેળવવા માટે આયોજન કરી રહી છે.

સુરત પોલીસ અને મહાનગરપાલિકા દિવાળીના તહેવારમાં થતી જાહેર ઉજવણી પર રોક લગાવવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. મ્યુનિ.તંત્ર આ માટે આગામી એકાદ બે દિવસમાં દિવાળીની ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડે તેવી શક્યતા છે. સુરત મ્યુનિ. અને પોલીસને ચંદની પડવાની જાહેર ઉજવણી રોકવામાં સફળતા મળી હોવાથી હવે દિવાળીની જાહેર ઉજવણી રોકવા માટે આયોજન થઈ રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.