ચંદ્રયાન2- કે. સિવનનું મોટુ નિવેદન : ‘વિક્રમ’ લેન્ડરનો સંપર્ક 2.1 કિ.મી દૂર તૂટ્યો ન હતો

ઇસરોના ચેરમેન કે. સિવને ચંદ્રયાન-2 (Chandrayaan2)ના લેન્ડર ‘વિક્રમ’ ને લઇને નવી જાણકારી આપી છે. એમણે કહ્યું, ‘આપણુ લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટીથી લગભગ 300 મીટર સુધી નજીક પહોંચી ગયું હતું. લેન્ડિંગનું સૌથી મુખ્ય અને જટિલ ચરણ પાર થઇ ચૂક્યું હતું. જ્યારે આપણે મિશનના એકદમ નજીક હતા, ત્યારે જ સંપર્ક તુટી ગયો.

કે. સિવને આગળ કહ્યું કે, ત્યારબાદ તેની સાથે (લેન્ડરની સાથે) શું થયું, તે અંગે અમારી નેશનલ લેવલની એક કમિટી તપાસ કરી રહી છે. આ પહેલા જે જાણકારી મળી હતી, એ અનુસાર કહેવામાં આવી રહ્યું હતું કે જ્યારે લેન્ડરથી સંપર્ક તુટી ગયો હતો, ત્યારે સપાટીથી તેનું અંતર 2.1 કિમી હતો.

નોંધનીય છે કે, થોડાક દિવસો પહેલા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ કે. સિવને કહ્યું હતું કે ચંદ્રયાન-2 (Chandrayaan 2) મિશને 98 ટકા લક્ષ્ય હાંસલ કર્યું છે. કે. સિવને કહ્યું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે અને નક્કી વૈજ્ઞાનિક પ્રયોગ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે. એમણે કહ્યું કે, ચંદ્રયાન-2એ 98 ટકા લક્ષ્ય હાંસલ કર્યું છે, જેના બે કારણ છે. એક વિજ્ઞાન અને બીજુ ટેક્નિકલ પ્રમાણ. ટેક્નિકલ ક્ષેત્રે લગભગ પૂર્ણ સફળતા હાંસલ થઇ છે.

કે. સિવને કહ્યું કે ઇસરો 2020 સુધી બીજા ચંદ્ર મિશન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઇસરો પ્રમુખ કે. સિવને કહ્યું હતું કે ઓર્બિટર માટે શરૂઆતમાં એક વર્ષની યોજના બનાવાઇ હતી. સંભાવના છે કે તે સાડા સાત વર્ષો સુધી ચાલશે. એમણે કહ્યું કે, ઓર્બિટર નક્કી કરવામા આવેલ વિજ્ઞાન પૂર્ણ સંતુષ્ટિ સાથે પ્રયોગ કરી રહ્યું છે. ઓર્બિટરમાં આઠ ઉપકરણ છે અને તમામ ઉપકરણ પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યું છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.