1 તારીખથી બદલાઈ રહ્યાં છે ચેક પેમેન્ટ સાથે જોડાયેલ આ નિયમો.. આજે વાંચી લો..

મોટાભાગની બેંકો ૦૧ સપ્ટેમ્બરથી પીપીએસ લાગુ કરવા જઈ રહી છે. એકિસસ બેંક આગામી મહિનાથી પોઝિટિવ પે સિસ્ટમ શરુ કરી રહી છે. બેંકે તેના કરોડો ગ્રાહકો એસએમએસ દ્નારા આ અંગે જાણ કરી છે.

હવે નવા નિયમ મુજબ ૦૧ સપ્ટેમ્બરથી ચેક આપતાં પહેલાં તમારે સંપૂર્ણ વિગતો આપવી પડશે. નહિતર તમારો ચેક રદ થઈ જશે. અને તમારે નુકસાન સહન કરવું પડશે.

એક્સિસ બેન્ક સહિત કેટલીક બેંકોએ પીપીએસ ફરજિયાત બનાવ્યું છે, જે અંતર્ગત ગ્રાહકોએ બેંકને નેટ/મોબાઈલ બેંકિંગ દ્વારા અથવા શાખાની મુલાકાત લઈને ચેકની વિગતો આપવી પડશે. તમને જણાવી દઈએ કે 50,000 કે તેથી વધુની બેંક ચેક પેમેન્ટ પર પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જોકે, એક્સિસ બેંકના ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેકની વિગતોની પુષ્ટિ કરવી પડશે જો તેઓ 5 લાખ કે તેથી વધુના બેંક ચેક જારી કરે.

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ઓગસ્ટ 2020માં ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ (CTS) માટે પોઝિટિવ પે સિસ્ટમની જાહેરાત કરી હતી. આ નિયમ મુજબ બેન્કો તમામ ખાતાધારકોને તેમની ઈચ્છા મુજબ 50 હજાર કે તેથી વધુની રકમ સાથે ચેક માટે આ સુવિધા લાગુ કરી શકે છે.

RBIના આ નિયમ હેઠળ ચેક આપતાં પહેલા તમારે બેંકને આ વિશે જાણ કરવી પડશે નહીંતર ચેક સ્વીકારવામાં આવશે નહીં. તમારો ચેક નકારવામાં આવશે. જો કે, આ નિયમ વરિષ્ઠ નાગરિકો માટે સમસ્યા ઉભી કરી શકે છે જે નેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગની સેવાઓનો ઉપયોગ કરતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.