ચાર ગણું ભાડું વધુ વસૂલી,મુસાફરોના ખિસ્સા ખંખેરવાનું શરૃ

એર ઇન્ડિયામાં ટિકિટોમાં થતાં કાળા બજાર યથાવત્ છે ત્યારે એર ઇન્ડિયાને કરોડોનો બિઝનેસ આપતા કેટલાક માનીતા એજન્ટો એર ઇન્ડિયાના ચાર્ટર્ડ ફ્લાઈટ ઓપરેટ કરી પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડા વસૂલી રહ્યા છે.

આગામી ૪ મેના મુંબઈથી નેવાર્ક માટે ઓપરેટ થનારી એર ઇન્ડિયાની ફ્લાઇટનું વન-વે ભાડું ૧.૭૫ લાખ જ્યારે બિઝનેસ ક્લાસનું ૨. ૬૫ લાખ રૃપિયા જેટલું અધધ વસૂલવામાં આવી રહ્યું છે.

‘વંદે ભારત’ મિશન હેઠળ એર ઇન્ડિયા વિવિધ દેશોમાં સ્પેશિયલ ફલાઇટ ઓપરેટ કરી રહી છે. તેમ છતાં એર ઇન્ડિયા એ જાણે લૂંટ ચલાવી હોય તેમ મુસાફરો પાસેથી ડબલ થી ત્રણ ગણા ભાડા વસુલાતા હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે.

જેમા દિલ્હીના કેટલાક એજન્ટો દ્વારા ટિકિટોના કાળા બજાર થતા હતા અને આખી તપાસમાં પણ ભીનુ સંકેલી દેવામાં આવ્યું. આમ, સરકારી કેરિયર હોવા છતાં મુસાફરોને રાહત આપવાના બદલે મજબૂરીના સમયમાં જાણે લૂંટવાનો પરવાનો મળી ગયો હોય તેમ ભાડામાં કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી.

આગામી ૪ મેના રોજ મુંબઈથી નેવાર્ક માટે એર ઇન્ડિયાનું ચાર્ટર્ડ ઓપરેટ થવાનું છે જેમાં સામાન્ય રીતે ૫૫ થી ૬૦ હજાર સુધીના વન-વે ના ચાલતા ભાડા સીધાજ ૧.૭૫ લાખ રૃપિયા સુધી એટલે કે ચાર ગણું ભાડું વધુ વસૂલી મુસાફરોના ખિસ્સા ખંખેરવાનું શરૃ કરી દીધું છે.

ગુજરાતમાંથી અમેરિકા જનાર પ્રવાસીઓ સાથે હળહળતો અન્યાય કરી તેમને જ લુંટવામાં આવી રહ્યા છે. જેની બદનામી આખા દેશમાં થઈ રહી છે. એર ઇન્ડિયા દ્વારા જ્યારે સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરી સિસ્ટમ પર બુકિંગ ઓપન કરતી હતી ત્યારે હંમેશા લોઅર ફેરની ટિકિટો દિલ્હીમાં જ બ્લોક કરી દેવાતી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.