વડોદરા સર્કિટ હાઉસમાં નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી કોરોનાની મહામારી અને વધી રહેલા કેસ તેમજ સ્ટ્રેનને લઈને મહત્વની બેઠક કરી રહ્યા હતા.
નીતિન પટેલે જણાવ્યું હતુ કે, દરેક જિલ્લામાંથી રાજ્ય સરકાર માહિતી મેળવે છે. ચાલુ વિધાનસભામાં પણ કોર ગ્રુપની બેઠક મળતી હતી. 700 થી ઓછા કેસો થી 2200- 2300 સુધી કેસો પહોંચ્યા છે. વડોદરામાં પણ કેસમાં સતત વધારો થયો છે.
દર્દીઓની સારવાર ઝડપથી થાય તેવું આયોજન ચાલુ છે. આજે બેઠકમાં વડોદરાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તમામ ઝોન અને વોર્ડની સ્થિતિ અંગે ચર્ચા કરાઇ છે.
200 ટીમ દ્વારા વિવિધ ઝોનમાં ટેસ્ટિંગ કરાશે. રેપિડ ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરાશે. દરેક વિધાનસભા દીઠ 2 કેમ્પ ગોઠવાશે, અતિથિ ગૃહમાં પણ દર્દીઓ આઇસોલેટ કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.