ચારેકોર KBC બંધ કરવાની માગ ઉઠી, શિવાજીને લઈ બચ્ચન અને શો વિરુદ્ધ યુદ્ધ છેડાયું

જ્યારથી અમિતાભ બચ્ચનો શો કૌન બનેગા કરોડપતિ શરૂ થયો ત્યારથી જ કંઈક ને કંઈક નવા ખુલાસા થતાં રહે છે. પરતું આ વખતે શો વિવાદમાં ઘેરાયો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સીઝન એક સવાલનાં કારણે ભારે વિવાદમાં સપડાઈ છે. શોમાં છત્રપતિ શિવાજી મહારાજ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ચેનલ અને અમિતાભ બચ્ચન પાસે માફીની માગ કરી રહ્યા છે. જો કે હવે શોના મેકર્સે આ અપમાન બદલ માફી માગી લીધી છે.

હોટસીટ પર બેઠેલી કન્ટેસ્ટન્ટને અમિતાભ બચ્ચને સવાલ પૂછ્યો કે, ‘આમાંથી કયા શાસક મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમકાલીન હતા?’ ઓપ્શનમાં આપવામાં આવ્યું હતું કે મહારાણા પ્રતાપ, રાણા સાંગા, મહારાજ રણજીત સિંહ અને શિવાજીના નામ હતા.

હવે આ સવાલને લઈ કેટલાક લોકોની લાગણી દુભાઈ છે. સોશિયલ મીડિયા પર #Boycott_KBC_SonyTv, #BoycottKBC જેવા હેશટેગ હાલમાં ટ્રેન્ડ થવા લાગ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે આ સવાલ છત્રપતિ શિવાજીના અપમાન બરાબર છે તમારે માફી માગવી જોઈએ. એક યૂઝરે લખ્યું, “દેશ અને ધર્મ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા છત્રપતિ મહારાજ માટે માત્ર ‘શિવાજી’?”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.